ગુજરાતી સરળ ટીકા સાથે
મંગલાચરણ

ટીકા : અતિ શાંતિ (નિર્વિકલ્પ વૃત્તિ)રૂપી સીતાથી
જોડાયેલા; કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ રૂપી
રાક્ષસોના Uy; સંસારરૂપી સમુદ્રમાં તત્ત્વબોધરૂપી Add
બાંધનારા અને બ્રહ્મવિદ્યારૂપી શોભાથી શોભિત શ્રીરામરૂપ
શ્રીરામ સદ્ગુરુને હું વંદન કુરું છું. જેમ શ્રીરામચંદ્ર સીતાથી
સંયુક્ત છે, તેમ શ્રીરામ નામના સદ્ગુરુ અતિશય શાંતિ-
(નિર્વિકલ્પ સમાધિ)રૂપી સીતાથી સંયુક્ત છે; જેમ રામચંદ્ર
રાવણાદિ રાક્ષસોનો નાશ કરનારા છે, તેમ રામ સદ્ગુરુ
કામક્રોધાદિરૂપ રાક્ષસોનો નાશ કરનારા છે; જેમ રામચંદ્ર
પોતાની સેનાને સમુદ્રથી પાર કરવા માટે પુલ બાંધ્યો, તેમ
શ્રીરામ સદ્ગુરુએ મુમુક્ષુજનોને સંસારસમુદ્રથી UR કરવા માટે
તત્ત્બોધરૂપી સેતુ બાંધ્યો છે; જેમ રામચંદ્ર લક્ષ્મીથી
શોભાયમાન છે, તેમ શ્રીરામ સદ્ગુરુ બ્રહ્મવિઘા આદિ અનેક
wel લક્ષ્મીથી શોભાયમાન છે; તે માટે શ્રીરામરૂપ
સદ્ગુરુને હું સાષ્ટાંગ વંદન કરું છું.