116 સ્વયંપ્રકાશનું નિરૂપણ

સ્વયંપ્રકાશનું નિરૂપણ

શિષ્ય : હે દયાળુ | સ્વયંપ્રકાશ કોને કહેવાય તે મને સ્પષ્ટ સમજાય તેમ કહો. ગુરુ : જગતમાં જે ઘટ-પટ આદિ પદાર્થો છે, તે સૂર્યદીપક આદિના પ્રકાશથી દેખાય છે તે માટે તે પદાર્થો પરપ્રકાશ્ય છે અમે જાણવું. અને જે વસ્તુ પોતે પ્રકાશરૂપ છે અને બીજાનો પ્રકાશ કરે છે ને જેને પ્રકાશ કરનારો બીજો કોઈ પણ પદાર્થ નથી, તે સ્વયંપ્રકાશ કહેવાય છે. તેવો સ્વયંપ્રકાશરૂપ તો એક આત્મા જ છે, તે વિના જે કાંઈ નામ, રૂપ, ભૂત, ભૌતિક પ્રપંચ છે, તે સર્વ પરપ્રકાશ્ય છે. જોકે સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી, અગ્નિ આદિ પદાર્થો પોતે પ્રકાશરૂપ છે ને બીજા ઘટાદિ પદાર્થોને પ્રકટ પણ કરે છે, તથાપિ તેઓ આત્માને પ્રકટ કરવાને સમર્થ નથી અને આત્માના પ્રકાશથી જ તે સૂર્ય, ચંદ્ર, તારા આદિ સર્વ પ્રકાશો દેખાય છે; તેથી બધા જડ પરપ્રકાશ્ય છે ને આત્મા સ્વયંપ્રકાશ છે એમ જાણવું. સ્વપ્નાવસ્થામાં પણ તે સૂર્ય-ચંદ્ર આદિ કોઈ પણ પ્રકાશ નથી અને આત્મા પોતે સ્વયં પ્રકાશ છે, તેથી જ અંતઃકરણના પરિણામરૂપ સ્વપ્નપ્રપંચ દેખાય છે. તેનો અનુભવ સર્વ કોઈને છે; તેમ જ બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કય મુનિએ જનક રાજા પ્રત્યે સૂર્ય, ચંદ્ર, અગ્નિ આદિનિરાકરણ કરીને આત્મા સ્વયંજ્યોતિ, સ્વયંપ્રકાશ છે, એવો ઉપદેશ કર્યો છે, તેમ ભગવદ્‌ગીતાના તેરમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે પણ કહ્યું છે :
woffa aires: wpe |
જ્ઞાન wa જ્તાનમમ્યં we સર્વસ્ય ધિષ્હિતમ્‌ ॥

ટીકા : જાણવાયોગ્ય જે પરમાત્માનું સ્વરૂપ તે સૂર્યચંદ્રાદિ જ્યોતિઓને પણ પ્રકટ કરનારું સ્વયં જ્યોતિરૂપ છે ને તમરૂપ અજ્ઞાનથી ભિન્ન છે ને જ્ઞાનસ્વરૂપ સ્વયંપ્રકાશ છે તે સ્વરૂપ મુમુક્ષુને અમાનિત્વાદિ સાધનપૂર્વક આત્મજ્ઞાનથી જાણવામાં આવે છે ને તે સ્વરૂપ સર્વ પ્રાણીમાત્રના હૃદય વિષે બુદ્ધિને અને બુદ્ધિના ધર્મો તથા અવસ્થાને પ્રકાશકરૂપે રહેલું છે.