44 સ્થૂલ દેહનાં તત્ત્વોનું કોષ્ટક
સ્થૂલ દેહનાં તત્ત્વોનું કોષ્ટક
આકાશનાં | વાયુનાં | તેજનાં | આપનાં | પૃથ્વીનાં
કામ ચલન | ક્ષુધા શુક્ર અસ્થિ
કીધ વલન | તૃષા શોણિત | માંસ
શોક ધાવન | આલસ્ય| લાલા | ત્વચા
tis પ્રસારણ | નિદ્રા | મૂગ્ર | નાડી
ભય આકુંચન | કાંતિ | સ્વેદ | રોમ
ગુરુ : આકાશનાં પાંચ તત્ત્વો છે. કામ, ક્રોધ, શોક, મોહ અને ભય. એ સર્વ હૃદય-આકાશમાં પેદા થાય છે; તેથી ‘ આકાશનાં છે. તેઓને તું જાણે છે, તેથી તે તત્ત્વો તું નહે. આકાશનાં છે તેથી તારાં નહિ. તું એનો દ્રષ્ટા છે અને એ પાંચ તત્ત્વો બંધ દ્વારા પ્રસિદ્ધ દુઃખ દેનારાં છે, એમ જાણી કામાદિકનો ત્યાગ કરવો તે કહું છું. કામમાં આસક્ત થયાથી રાવણ ઘણો દુઃખી થયો અને રાજ્ય ગયું, તેથી તે કામનો ત્યાગ કરવો. ક્રોધ રાક્ષસથી પણ નઠારો છે; કારણ કે રાક્ષસ તો પરાયું લોહી પીએ છે અને ક્રોધી તો પોતાનું અને પરનું એમ બંનેનું લોહી પીએ છે (બાળે છે). wal પ્રતીતિ, માત્ર રાતમાં જ થાય છે, પણ ક્રોધી તો રાત અને દિવસ બેય વખતે નાચ્યા કરે છે. રાક્ષસ બીજાને ભય પમાડે છે, પણ પોતે ભય પામતો નથી; અને ક્રોધી તો પોતે ભય પામે છે અને બીજાંને પણ ભય પમાડે છે, તેથી ક્રોધને પણ રાક્ષસથી અધિક દુઃખ દેનારો છે એમ જાણી ત્યાગ કરવો; તેમ જ શોક, મોહ અને ભય એથી પણ દુ:ખ થાય છે એમ પ્રાણીમાત્રને અનુભવસિદ્ધ છે; તેથી તેનો ત્યાગ કરવો અને તેમાં અહંતા-મમતા ન રાખવી. યદ્યાપે (જોકે) એ કામાદિક પાંચ તત્ત્વ સૂક્ષ્મ દેહના ધર્મ છે, સ્થૂળ દેહના નથી; તથાપિ તેમનો સ્થૂળ દેહમાં આવેશ પ્રકટ દેખાય છે; તેથી સ્થૂળ દેહના તત્ત્વરૂપે વર્ણન કર્યું છે. વાયુનાં પાંચ તત્ત્વ છે : જેવાં કે, ચલન (ચાલવું) , વલન (વળવું), ધાવન (દોડવું), પ્રસારણ (પહોળું કરવું) અને આકુંચન (સંકોચવું). કોઈ ઠેકાણે વલનને બદલે ઉત્ક્રમણ (ઊભું થવું) એમ પણ કહ્યું છે. એ પાંચે તત્ત્વો તું જાણે છે, તે સારુ એ તું નહિ ને વાયુનાં છે તેથી તારાં નહિ. વાયુ વિના ચલનાદિ ક્રિયા બની શકે નહિ; તે સારુ વાયુનાં કહ્યાં. તું એનો સાક્ષી છે. તેજનાં પાંચ તત્ત્વ છે : wat (ભૂખ લાગવી) ; તૃષા (તરસ લાગવી), આલસ્ય (આળસ), નિદ્રા (ઊંઘ) અને કાંતિ (તેજ)- એ પાંચે તેજના ભાગ છે. એમ પ્રકટ રીતે અનુભવમાં આવે છે; કેમ કે પેટમાં અગ્નિ પ્રબળ થયા વિના ભૂખ લાગતી નથી, ઉષ્ણકાળમાં અગ્નિરૂપ ગરમીના જોરથી તરસ વધારે લાગે છે, તેમ જ આળસ અને નિદ્રા ગરમીના દિવસમાં વધારે થાય છે અને નિદ્રા લેવાથી ated પાચન પણ થાય છે; માટે તે અગ્નિના ભાગ છે. કાંતિ કહેતાં તેજ એ પ્રસિદ્ધ તેજનો ભાગ જણાય છે. આપનાં પાંચ તત્ત્વ છે : શુક્ર (વીર્ય), શોણિત (લોહી), લાલા (લાળ ગળે છે તે), મૂત્ર (પેશાબ) અને સ્વેદ (પસીનો)- એ પાંચે જળરૂપ પ્રસિદ્ધ જણાય છે, માટે તે જળનાં છે. પૃથ્વીનાં પાંચ તત્ત્વ છે : અસ્થિ (હાડકાં), માંસ, ત્વચા (ચામડી), નાડી (નસો) અને રોમ (રુવાંટાં) એ પાંચ તત્ત્વો પૃથ્વીનાં છે. એનો હેતુ એ કે જે વખતે સ્થૂળ શરીરમાંથી પ્રાણ જાય છે, તે વખતે આકાશ, વાયુ, તેજ અને જળ-એ ચારે ભૂતોના કામ-ક્રોધ આદિ વિભાગો આકાશ આદિ ભૂતોમાં મળી જાય છે તે સ્પષ્ટ દેખાય છે . જુઓ મુડદાંની અંદર કામ-ક્રોધ વગેરે આકાશનાં તત્ત્વો નથી; ચલન-વલન વગેરે વાયુનાં તત્ત્વ નથી; ક્ષુધા-તૃષા વગેરે તેજનાં તત્વો નથી અને શુક્ર-શોણિત વગેરે જળનાં તત્ત્વો પણ તેમાં હોતાં નથી, પણ એકલાં પૃથ્વીનાં અસ્થિ, માંસ, ત્વચા, નાડી અને રોમ-એ પાંચે તત્ત્વો જોવામાં આવે છે. તે તત્ત્વો જો દેહને બાળે તતો ભસ્મરૂપ થઈ, દાટે તો માટીરૂપ થઈ અને જનાવરો ખાય તો વિષ્ઠારૂપ થઈ પૃથ્વીમાં મળે છે, તેથી એ પૃથ્વીનાં છે તેને તું જાણે છે, તેથી તે તું નહિ; એ પૃથ્વીનાં છે; તેથી તારાં નહિ. તું એનો દ્રષ્ટા સાક્ષી છે. ઉપર કહેલાં પચીસ તત્ત્વોનો આ સ્થૂળ દેહ થયો છે અને તે પંચીકૃત પંચમહાભૂતનું કાર્ય છે.