55 સૂક્ષ્મ દેહથી તું જુદો છે

સૂક્ષ્મ દેહથી તું જુદો છે

ગુરુ : હે ભાઈ ! તું સૂક્ષ્મ દેહ કેમ થઈશ ? તે પણ ભૌતિક, જડ અને દશ્ય છે. તેનો તું દ્રષ્ટા છે; માટે તે તું નહિ અને તે સૂક્ષ્મ દેહ પંચમહાભૂતનો છે માટે તારો નહિ. તું એનો સાક્ષી છે. તેનો અનુભવ થવા સારુ પ્રથમ જેમ સ્થૂળ દેહનો વિચાર કર્યો અને તે સ્થૂળ દેહથી આત્માને જેમ ભિન્ન જાણ્યો; તેમ જ સૂક્ષ્મ દેહનો વિચાર કરી સૂક્ષ્મ દેહથી પણ (જુદો) આત્મા દ્રષ્ટા છે, તેને તું ઓળખ અને સૂક્ષ્મ દેહ હું નથી એમ જાણ. શિષ્ય : હે મહારાજ ! તે સૂક્ષ્મ દેહનાં તત્ત્વો કેટલાં છે અને કયાં કયાં ભૂતમાંથી કયાં કયાં તત્ત્વો ઉત્પન્ન થયાં છે, તે સર્વનું નિરૂપણ કરી દેખાડો. ગુરુ : તે સૂક્ષ્મ દેહનાં તત્ત્વો અંતઃકરણપંચક, પ્રાણપંચક, જ્ઞાનેદ્રિયપંચક, કર્મેદ્રિયપંચક ને વિષયપંચક એ રીતે પચીસ છે ને તે તત્ત્વો આકાશ, વાયુ, તેજ, આપ ને પૃથ્વી એ પંચમહાભૂતથી ક્રમે કરીને ઉત્પન્ન થયાં છે. તેના વિભાગને વિસ્તારથી ભિન્નભિત્ઞ પ્રક્રિયાથી નિરૂપણ કરવા સારુ આ કોષ્ટક લખ્યું છે.