84 સુષુપ્તિ-અવસ્થાથી જુદો આત્મા

સુષુપ્તિ-અવસ્થાથી જુદો આત્મા

દષ્ટાંત બીજું : જેમ રાત્રિને સમયે ચોકીદાર સિપાઈ રસ્તા ઉપર ઊભો હોય, તેને સવારે કોઈ મનુષ્યે પૂછયું કે, હે સિપાઈ | રાત્રિના બાર ઉપર બે વાગવાને સમયે રસ્તા ઉપરથી કોણ જતું હતું ? ત્યારે તે સિપાઈ એમ કહે છે કે, તે વખતે કોઈ હતું નહિ. તે કહેવાથી એમ જણાય છે કે કોઈ ન હતું તેને જાણવાવાળો સિપાઈ હતો તો જ તે કહે છે અને જો સિપાઈ પોતે તે વખતે ન હોય, તો કોઈ ન હતું એમ કહેવાય ale, તેમ નિદ્રા વખતે “મેં sid ન જાણ્યું’ એમ જાગીને કહે છે, તેથી નિદ્રા વખતે કાંઈ et પ્રપંચ નથી, પણ પ્રપંચના અભાવને જાણવાવાળો પોતે આત્મા છે એમ સિદ્ધ થાય છે. શિષ્ય : હે ગુરુ ! સુષુપ્તિ-અવસ્થાને જાણવાવાળો આત્મા છે, ત્યારે નિદ્રામાં જ હું સુષુપ્તિ-અવસ્થાને જાણું છું.’ એમ કેમ કહેતા નથી ! અને જાણીને જ કહે છે તેનું શું કારણ ?