85 સુષુપ્તિમાંનો અનુભવ નથી કહેવાતો

સુષુપ્તિમાંનો અનુભવ નથી કહેવાતો

 

ગુરુ : જે વખત સુષુપ્તિ-અવસ્થા છે, તે વખતે સર્વ ઇંદ્રિયો તથા મન, બુદ્ધિ આદિ અંતઃકરણ અજ્ઞાનમાં લય થયાં છે; તેથી તે વખતે થતો અનુભવ કહેવાને વાણી આદિ કારણ સાધન) નથી; માટે કહેવાનું બનતું નથી. તેમ જેની પાસે કહેવું તે સાંભળવાવાળો બીજો કોઈ પણ પુરુષ સુષુપ્તિમાં છે નહિ, તેથી તે વખતે કહેવું બનતું નથી. જાગીને જ કહેવાય છે.
દૃષ્ટાંત : જેમ એક A કૂવા ઉપર પાણી ભરવા ગઈ હતી, તેને કૂવામાંથી પાણી કાઢતાં પોતાના નાકની વાળી ઉપર દોરી વાગવાથી તે વાળી કૂવાના જળમાં પડી ગઈ, ત્યારે તે વાળી કાઢવાની si તે સ્રી વિચાર કરતી હતી. તે વેળાએ જ દૈવયોગે તેના ઘરનો જાણીતો એક પુરુષ આવી પહોંચ્યો તેને તે સ્રીએ કહ્યું : ‘મારી વાળી પાણી કાઢતાં કૂવામાં પડી ગઈ છે, તે કાઢી આપીશ તો તારી મહેનતના પૈસા હું ઘેર જઈને તને mula.” તે સાંભળી પેલા પુરુષ કૂવામાં ઊતર્યો અને ડૂબકી મારીને ઊંડા પાણીમાં ઘણો નીચે જઈને તળિયે હાથ ફેરવ્યો કે તરત તે વાળી હાથમાં આવી; તેથી તેને તે વખતે વાળીના લાભથી જ્ઞાનપૂર્વક આનંદ થયો; પણ “તે વાળી જડી’ એમ કહેવા માટે પાણીમાં વાણીથી બોલવારૂપી સાધન નથી; કેમ કે પાણીમાં બાકીની બધી ઇંદ્રિયોનો વ્વવહાર બની શકે છે, પણ કેવળ વાણી ઇંદ્રિયથી બોલાતું નથી. તેનું કારણ એ છે કે, વાણી Seu દેવતા અગ્નિ છે, તેને જળ સાથે ખુલ્લો વિરોધ છે; માટે દેવતા વિના ઇંદ્રિય બોલી શકતી નથી, પણ તે જળમાં વાળી મળી છે, તેના આનંદનો અનુભવ પોતે કરે છે અને જળમાંથી બહાર આવીને વાણીરૂપ કારણથી કહે છે, જે વાળી મળી છે. તેમ સુષુપ્તિ વખતે સુખના અનુભવને કહેવાનું મનવાણીરૂપ સાધન ન હોવાથી કહેવાતું નથી; પણ સુષુપ્તિમાં પ્રપંચના અભાવનો અનુભવ કરવાવાળો સ્વપ્રકાશ જ્ઞાનાનંદરૂપ આત્મા છે, તો જ જાગીને મન-વાણી આદિ સાધનથી “હું સુખે સૂતો હતો, મેં કાંઈ બીજું ન જાણ્યું’ એમ કહે છે; માટે હે શિષ્ય ! સુષુપ્તિ-અવસ્થાનો દ્રષ્ટા તું આત્મા તે અવસ્થાથી ભિન્ન છે એમ સિદ્ધ ગયું. તે પૂર્વે નિરૂપણ કરેલ સુષુપ્તિ અવસ્થાનું હૃદયસ્થાન છે, પશ્યંતી aut છે, આનંદભોગ છે. દ્રવ્વશક્તિ* છે; તમોગુણ છે અને પ્રવની ત્રીજી મકારમાત્રા“ છે અને પ્રાજ્ઞ અભિમાની છે. એ સુષુપ્તિ આદિક આઠ તત્ત્વો તું જાણે છે, તેથી તે તત્ત્વ તું નહિ. કારણદેહનાં છે; માટે તારાં નહિ. તું એનો સાક્ષી છે.