83 સુષુપતિ-અવસ્થાનું નિરૂપણ

સુષુપતિ-અવસ્થાનું નિરૂપણ

શિષ્ય : સુષુપ્તિ અવસ્થા કોને કહેવાય ? ગુરુ : ઇંદ્રિય આદિ સર્વ વૃત્તિસંયુક્ત બુદ્ધિ જે વખતે કારણઅજ્ઞાનમાં લયની પેઠે રહે છે, તે વખતે જાગ્રતનો તથા સ્વપ્નનો ભિન્ન ભિન્ન વ્યવહાર જરા પણ પ્રતીત થતો નથી, એવી જે ગાઢ નિદ્રા છે તેનું નામ સુષુપ્તિ-અવસ્થા છે. તેમ શ્રુતિમાં પણ સુષુપ્તિ-અવસ્થાનું સ્વરૂપ કહ્યું છે. જે વખતે નિદ્રામાં સૂતો છે, તે વખતે કાંઈ પણ શબ્દાદિક વિષયોની કામના કરતો નથી અને કાંઈ સ્વપ્નને પણ દેખતો નથી; તેનું નામ સુષુપ્તિઅવસ્થા. તે સુષુપ્તિનો તું દ્રષ્ટા છે; કેમ કે yell જયારે તું જાગે છે ત્યારે એમ કહે છે કે, “સુળ્રમદમસ્વાપ્યમ્‌ ત જિંસ્ચ્લેરિષમ્‌’ કહેતાં “હું સુખે સૂતો હતો અને કાંઈ જાણતો ન હતો’ એવી રીતે સ્મૃતિ થાય છે; તેથી એમ જણાય છે કે સુષુપ્તિ-અવસ્થામાં સુખ છે અને બીજું કાંઈ નથી તેનો તે સુષુપ્તિ વખતે અનુભવ કરવાવાળો તું આત્મા છે, તો જ જાગીને એમ કહે છે; પણ સુષુપ્તિ વખતે સુખનો તથા પ્રપંચના અભાવનો અનુભવ ન કર્યો હોય, તો જાગીને “હું આજે સુખે સૂતો હતો, મેં કાંઈ બીજું ન જાણ્યું’ અમે કહેવાત નહિ; અને શાસ્ત્રમાં એવો નિયમ કહ્યો કે; જેનો અનુભવ કર્યો હોય, તેની જ સ્મૃતિ થાય છે. જેમ કોઈ પુરુષ કાશી ગયો હોય અને ત્યાં કાશીમાં વિશ્વનાથનું મંદિર તથા ગંગાનો મણિકણિકાનો ઘાટ જોઈને અનુભવ કર્યો હોય, તો જ તે પુરુષને કોઈ વખતે દેશમાં આવ્યા પછી જે કાશીમાં અનુભવ કરેલું વિશ્ચનાથનું મંદિર તથા મણિકણિકાનો ઘાટ તે સ્મરણમાં આવે છે; તેમ જ સુષુપ્તિમાં સુખ છે અને બીજું કાંઈ નથી તેનો અનુભવ કર્યો છે, તો જ જાગીને કહે છે.