31 સિદ્ધાંત
સિદ્ધાંત
તેમ સંસ્કૃત ભાષા તથા પ્રાકૃત ભાષા વગેરે વેદાંતના ગ્રંથો વાંચતાં આવડતા હોય, તેમના શબ્દાર્થ પણ કરતા હોય, જે પરમાત્મા સર્વત્ર પૂર્ણ છે, દેહત્રયના દ્રષ્ટા છે, અવસ્થાત્રયના
સાક્ષી છે, પેંચકોશાતીત છે, સચ્ચિદાનંદરૂપ છે અને તે વાત સાચી પણ છે;. કેમ કે દેહરૂપી ઈંડામાં સચ્ચિદાનંદ આત્મારૂપી ધન છે ને શ્રુતિ-સ્મૃતિશાસ્રોરૂપી વહીમાં લખ્યું પણ છે; તો પણ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ દ્વારા શાસ્ત્રોનું તાત્પર્ય જાણ્યા વિના આત્મધનની કદાપિ પ્રાપ્તિ થતી નથી. બ્રહ્માના પુત્ર નારદમુનિ ઋગ્વેદ આદિ’ચાર વેદ, પુરાણ, ઇતિહાસ વગેરે સર્વ વિધા ભણેલા હતા, પણ તેમને આત્મજ્ઞાન ન હતું, તેથી શોકાકુળ થઈને સનત્કુમાર ગુરુને શરણે ગયા ને તેમના ઉપદેશથી નિરતિશય સુખરૂપ પૂર્ણ આત્માને અપરોક્ષ જાણીને શોકરહિત થયા, એમ છાંદોગ્ય ઉપનિષદમાં વિસ્તારથી કહ્યું છે. માટે કહ્યું કુ છે કે, સદ્ગુરુ મુખે સમજી લેજો, તો બ્રહ્મસુખ પામે આજો, પૂર્વે એમ કહ્યું કે, બ્રહ્મનિષ્ઠ સદગુરુના ઉપદેશ વિના કેવળ પોતાની બુદ્ધિના વિચારથી આત્માનું સાક્ષાત્ પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, તે માટે તેવા ગુરુને શરણે જઈને ગુરુ જે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરે, તે ઉપદેશને મુમુક્ષુ પોતાનું મન દઢ કરી હૃદયમાં ધારણ કરે, તે પ્રકાર નિરૂપણ કરે છે. ગુરુઃ મન નિશ્ચલ કરી ધારણા ધરે, શ્રવણ મનન “નિદિધ્યાસન કરે; તો સાક્ષાત્કાર તું પોતે ભાઈ, એમાં સંદેહ રહે ન કાંઈ. ટીકા : મુમુક્ષુ પુરુષને ગુરુ જે સદુપયોગ કરે તે ગુરુના ઉપદેશને પોતાનું મન દઢ રાખીને ધારણ કરે. તે મન સ્થિર રાખવા વિષે દૃષ્ટાંત કહું છું તે શ્રવણ કર.