6 સિંહનું દષ્ટાંત
સિંહનું દષ્ટાંત
બકરાંને ચરાવવાવાળો કોઈ એક (ભરવાડ) હતો. તે અરણ્યમાંની પર્વતની ગુફામાં તરતનાં જન્મેલાં નવાં સિંહનાં બે બચ્ચાંમાંથી એક બચ્ચાંને પોતાને ઘેર લાવ્યો અને તેને નિત્ય દૂધ પાઈને મોટું કર્યું. તે બચ્ચું દરરોજ બકરાંના ટોળાં સાથે અરણ્યમાં ફરવા જાય અને આખો દિવસ બકરાં સાથે ફરે, દોડે, બેસે, પાણી પીએ અને સાંયકાળ થાય ત્યારે બકરાંના ટોળાં સાથે જ ઘેર પાછું આવે; એટલે ભરવાડ (બકરાંને ચરાવનાર પુરુષ) તેને બકરાંના વાડામાં બકરી સાથે જ પૂરી રાખે. એવી રીતે તે સિંહના બચ્ચાંને રાત્રિ-દિવસ બકરાંના સંગથી પોતાનું સિંહસ્વરૂપ ભૂલાઈ “હું બકરો છું’ એવું દઢ અજ્ઞાન થયું અને તેને ભરવાડ પણ સર્વદા બકરો કહી બોલાવવા લાગ્યો. કોઈ દિવસ પણ “તું સિંહ છે’ એમ કહે નહિ. એમ નિત્ય બકરાં સાથે આવતાં-જતાં ઘણા દિવસ થયા; તેથી તે સિંહને બકરાંનું મિથ્યાજ્ઞાન દઢ થયું. તે પછી વનમાં એક દિવસ બકરાંના ટોળાં સાથેતે સિંહ ઊભો હતો, તેવામાં પર્વતમાંથી એક બીજો સિંહ નીકળ્યો. તેણે બકરાંના ટોળાંમાં પેલા સિંહને દીઠો; તેથી આશ્ચર્ય પામી તેણે મોટી ગર્જના કરી. તે સાંભળી બડરાં સર્વ નાસી જવા લાગ્યાં, તેની સાથે તે બકરાંનો સંગી સિંહ પણ નાસવા લાગ્યો. તે જોઈને પર્વતના સિંહે તેને બૂમ પાડી કહ્યું : “હે ભાઈબંધ ! ઊભો રહે, મારે તને એક વાત કહેવી છે.” ત્યારે બકરાંનો પેલો સંગી સિંહ ઊભો રહ્યો.