92 સામાન્ય તથા વિશેષ જ્ઞાન

સામાન્ય તથા વિશેષ જ્ઞાન

હે શિષ્ય ! જ્ઞાન બે પ્રકારનું છે : એક સામાન્ય જ્ઞાન છે અને બીજું વિશેષ જ્ઞાન. તેમાં સામાન્ય જ્ઞાન અજ્ઞાનનું વિરોધી નથી, પણ ઊલું અજ્ઞાનને પ્રકટ કરે છે; અર્થાત્‌ અજ્ઞાનને દેખાડી આપે છે. જેમ સૂર્યનો પ્રકાશ (તડકો) કાષ્ઠ, તૃણ, da વગેરે સર્વ પદાર્થો ઉપર પડે છે, તે તડકામાં સામાન્ય રૂપે અગ્નિ છે; તથાપિ કાહ-તૃણ આદિકને બાળતો નથી ને ઊટલો કાષ્ઠતૃણ આદિકને દેખાડી આપે છે અને જયારે એ જ તડકામાં આગિયો કાચ ધરવાથી વિશેષ અગ્નિ ઉત્પન્ન થાય છે, ત્યારે તે અગ્નિ કાહ-તૃણ આદિને બાળે છે; તેમ જ સામાન્ય જ્ઞાન સર્વ મનુષ્યોમાં છે, પણ હું અજ્ઞાની છું, હું મને જાણતો નથી, હું મનુષ્ય છું, તમા, સુખી-દુઃખી છું ઇત્યાદિ અજ્ઞાન તથા તેના કારણભૂત દેહાધ્યાસ તેનું વિરોધી નથી; એટલે અજ્ઞાન તથા તેના કાર્યને મટાડતું નથી. પણ ઉલ્ટું અજ્ઞાનને થતાં તેનાં કાર્યોને તે સામાન્ય જ્ઞાન દેખાડી આપે છે; અને જો તે અજ્ઞાનનું વિરોધી હોત, તો અજ્ઞાન તથા તેનાં કાર્યોની કદાપિ પ્રતીતિ થાત નહિ; અને થાય તો છે; માટે સામાન્ય જ્ઞાન અજ્ઞાનનું વિરોધી નથી અને તું આત્મા પણ સામાન્ય જ્ઞાનરૂપ છે, તેમાં અજ્ઞાનથી કલ્પિત નામ-રૂપ ભાસે છે એમ કહેવું સંભવે છે. અને જયારે બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ દ્વારા વેદાંતશાસ્રના ઉપદેશથી હું સચ્ચિદાનંદરૂપ આત્મા બ્રહ્મ છું એવું બુદ્ધિની અંદર વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ વખતે હું અજ્ઞાની છું એવું જે અજ્ઞાન તથા તેનું કાર્ય જે હું કર્તા-ભોક્તા, મનુષ્ય, વર્ણાશ્રમી, સુખી-દુઃખી ઇત્યાદિ વિપરીત અધ્યાસ તે સર્વની નિવૃત્તિ થાય છે. બીજું દષ્ટાંત : જેમ કાષ્ઠમાં સામાન્યરૂપે અગ્નિ છે, પણ તે અગ્નિ કોઈને દેખાતો નથી અને કાષઠનો વિરોધી નથી એટલે બાળતો નથી; પણ જો બીજું કાષ્ઠ તેની સાથે મથન કરે, તો તે જ વખતે તે કાષ્ઠમાં વિશેષ અગ્તિ ઉત્પન્ન થઈ કાષઠને બાળે છે; તેમ જ સામાન્ય જ્ઞાન પ્રાણીમાત્રમાં છે, તથાપિ કોઈના અજ્ઞાનને દૂર કરતું નથી; પણ જ્યારે ગુરુશાસ્ત્રના ઉપદેશથી
વિચારૂપી મથનથી હું સચ્ચિદાનંદ-બ્રહ્મરૂપ છું એવું વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે જ અજ્ઞાન તથા તેનો કાર્યભૂત જે દેહાધ્યાસ તેની નિવૃત્તિ. થાય છે. શિષ્ય : સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન એ બે જ્ઞાન કહ્યાથી Ba થશે અને સિદ્ધાંતમાં તો અદ્વિતીય જ્ઞાનરૂપ એક આત્મા છે એમ કહ્યું છે તેમાં બાધ આવશે, તેનું સમાધાન કરો.