16 સાધુનો સમાગમ

સાધુનો સમાગમ

ચોપાઈ

જન્મમરણ કેમ ટળશે ભાઈ ?
સાધુનો સમાગમ કરીએ જાઈ;
જન્મમરણ કેમ ટળશે મહારે ?
હું કોણ છું એવો વિચાર કરે તે વારે.
ટીકા : અનેક જન્મોમાં નિષ્કામ કરેલાં વૈદિક શુભ કર્મોના
સમુદાયના ફળથી અને પ્રસન્ન થયેલી ઈશ્વરની કૃપાથી શાંતિ,
દાંતિ, શ્રદ્ધા આદિ સાધનોથી સંપન્ન થયેલા જિજ્ઞાસુને આ જન્મમરણનાં મોટાં દુઃખ કેમ ટળશે ? (કેવા ઉપાયથી નિવૃત્ત થશે?) એવી જો જિજ્ઞાસા ઉત્પન્ન થાય, તો તે yard સાધુ પાસે જઈ
તેનો સમાગમ કરવો. શિષ્ય : સાધુ શબ્દનો અર્થ શું ? કૌપીન, તુંબડી આદિ ધારણ કરી કેવળ વેશ માત્રથી નિર્વાહ કરવાવાળા જગતમાં ફરે છે તે કે સાધુનાં લક્ષણો કંઈ બીજાં છે ? જે લક્ષણોથી સાધુનું
સ્વરૂપ ઓળખી તેનો સમાગમ કરવાથી જન્મમરણનું દુ:ખ ટળી જાય, તેવાં સાધુનાં લક્ષણો કૃપા કરી જે હોય તે કહો.