17 સાધુનાં લક્ષણ

સાધુનાં લક્ષણ

ગુરુ : સાધુ કહેતાં જે સ્વધર્મનો ત્યાગ કરતાં નથી, જેમાં સમદષ્ટિ, વૈરાગ્ય, શાંતિ, દાંતિ, ધીરજ, દયા, આદંભ, અમાન, અક્રોધ, ક્ષમા, અદ્વેષ, શુચિત્વ એવા શુભ ગુણો છે, અને જે શ્રોત્રિય એટલે વેદને તથા તેના અર્થને જાણવાવાળા અને બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મસ્વરૂપમાં જેની નિષ્ઠા છે. એવાં બે વિશેષણો મુખ્યત્વે કરીને જેમાં રહ્યાં હોય, એવા સદ્ગુરુનો સમાગમ કરવો. શિષ્ય : તમે ગુરુમાં શ્રોત્રિય તથા બ્રહ્મનિષ્ઠ એવાં મુખ્યત્વે કરીને બે વિશેષણો કહ્યાં, તે મધ્યે એક વિશેષણવાળા ગુરુ હોય, તો તેથી કલ્યાણકારક બોધ થાય કે નહે? ગુરુ : એક વિશેષણવાળાથી નિઃસંદેહ બોધ થતો નથી; માટે બે વિશેષણવાન ગુરુને શરણે જવું. તે વિષે એક દષ્ટાંત કહું છું :