73 સાતમી પ્રક્રિયા

સાતમી પ્રક્રિયા

શિષ્ય : હે ગુરુ ! પહેલી પ્રક્રિયામાં આકાશનાં પાંચ અંતઃકરણ, વાયુના પાંચ પ્રાણ, તેજની પાંચ જ્ઞાનેંદ્રિય, આપની પાંચ કર્મેદ્રિય અને પૃથ્વીના પાંચ વિષય, એ રીતે કહ્યું; અને
હમણાં ઉપર કહેલી છઠ્ઠી પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયાથી જુદી રીતે કહ્યું. જેમ કે : આકાશનાં-અંતઃકરણ, વ્યાન, શ્રોત્ર, વાચા અને શબ્દ વાયુનાં-મન, સમાન, ત્વચા, પાણી અને સ્પર્શ, તેજનાં-બુદ્ધિ, ઉદાન, ચક્ષુ, પાદ અને રૂપ. આપનાં-ચિત્ત, પ્રાણ, જિહ્વા, શિશ્ન અને રસ. પૃથ્વીનાં-અહંકાર, અપાન, દ્રાણ, ગુદા અને ગંધ. એ શી રીતે કહ્યું, તેનું શું કારણ તે કહો. ગુરુ : જો કે મુખ્યત્વે કરીને અપંચીકૃત, પંચભૂતમાંથી સત્તર તત્ત્વોનો સૂક્ષ્મદેહ ઉત્પન્ન થયો છે, એમ વેદાંતના પ્રકરણ ગ્રંથોમાં કહ્યું છે; તથાપિ મુમુક્ષને સ્થૂળ રીતે ભિન્ન ભિન્ન પ્રક્રિયાથી સર્વ તત્ત્વોને વિસ્તારથી સમજવા સારુ આ પંચીકરણના સૂક્ષ્મ દેહના કોષ્ટકમાં સૂક્ષ્મ દેહનાં પચીસ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે અને તેમાં આકાશનાં તત્ત્વોને વાયુ આદિ ભૂતોમાં મળવાથી ને વાયુ આદિનાં – તત્ત્તોનોે આકાશ આદિ ભૂતોમાં મળવાથી પહેલી છઠ્ઠી પ્રક્રિયામાં જુદા જુદા પ્રકારે નિરૂપણ કર્યું છે. પણ તેમાં સમજવાનું એટલું જ છે કે, Malia પ્રકારે નિરૂપણ કરેલાં તે તત્ત્વો સર્વ ભૌતિક હોવાથી અનાત્મારૂપ દશ્ય છે ને આત્મા તેથી ભિન્ન છે.