97 સર્વ તત્વથી આત્માની વિભિન્નતા
સર્વ તત્વથી આત્માની વિભિન્નતા
એવાં સર્વ મળીને બ્યાશી તત્ત્વ કહી,
તું એનો જાણનાર સ્વપ્રકાશ સહી;
અહં બ્રહ્માસ્મિ યહ દઢ હોઈ,
એ જ સાક્ષાત્કાર કહીએ સોઈ.
ટીકા : ઉપર કહી આવ્યા એવા સર્વ મળીને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ તથા મહાકારણ એ ચારે દેહનાં બ્યાસી તત્ત્વ કહ્યાં. જેવાં કે weed તેત્રીસ, સૂક્ષ્મદેહનાં તેત્રીસ, કારણદેહનાં આઠ
તથા મહાકારણ દેહનાં આઠ. એ સર્વ તત્ત્વોને જાણવાવાળો તું પ્રત્યકૂ આત્મા સ્વયંપ્રકાશ છે, તેમાં સંદેહ નથી. માટે હે શિષ્ય ! એમ વિચારી કરીને હું ઉપાધિરહિત શુદ્ધ બ્રહ્મ છું એવો જયારે દઢ નિશ્ચય થાય, ત્યારે તેનું નામ જ સાક્ષાત્કાર કહેતાં અપરોક્ષ જ્ઞાન કહેવાય.