140 સમાધિના અભ્યાસનો પ્રકાર
સમાધિના અભ્યાસનો પ્રકાર
દુહો
પ્રથમ વૃત્તિ ત્યાગ કરી,
બીજી ઊઠવા ન દઈએ;
વચમાં નિર્વિકલ્પ દશાનો,
અભ્યાસ કરતા રહીએ.
ટીકા : પ્રથમ વૃત્તિ અથતિ હું દેહ છું તથા કર્તા-ભોક્તા સુખી-દુઃખી છું એ વૃત્તિ અથવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસાદિક વિષયોના સ્મરણરૂપ જે વૃત્તિ તેને ત્યજી બીજી વૃત્તિ જે દેહાદિકમાં અહંતા-મમતારૂપ અથવા શબ્દાદિ વિષયોના સ્મરણરૂપ તેને ઊઠવા ન દઈએ; અર્થાત્ ઉત્પન્ન થવા દેવી નહે અને વચમાં અર્થાત્ મધ્યમાં એટલે એક વૃત્તિ મટીને બીજી વૃત્તિ જ્યાં સુધી ઉદય થઈ નથી તે સમયે જે નિર્વિકલ્પ (કલ્પનારહિત) પોતાનું સ્વરૂપ ws છે; તેમાં સ્થિતિરૂપ દશાનો (અવસ્થાનો) અભ્યાસ કરતાં રહીએ; અર્થાત્ પ્રથમ સવિકલ્પ
સમાધિનો અભ્યાસ કરીને પછી નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ નિત્યનિરંતર કર્યા કરવો.