154 સદૈવ વેદાંતવિચાર

સદૈવ વેદાંતવિચાર

ગ્નુષ્ટુષ્‌ ઝાસુખ્તેરામૃતે: વાન wagerafesaar |
Seater વિ્તક્ઞત્‌ જામાવ્‌ીનાં FATT ॥
કામાદિકનો અનાદર
ટીકા : જાગ્યાથી તે સૂતા પર્યત તથા વિવેક થયા પછી તે દેહપાત પર્યત શ્રદ્ધા-ભક્તિપુરસ્સર વેદાંતશાસ્રના વિચારથી કાલ અતિક્રમણ કરવો અને મનમાં કામક્રોધાદિકને જરા માત્ર
પણ અવસર ન આપવો. તાત્પર્ય એ કે મન સદાકાળ વેદાંતવિચાર કરતું હોય, તો મનમાં કામક્રોધાદિક પ્રાપ્ત ન થાય. જેમ કોઈ પુરુષ પોતાના ઘરમાં નકામો બેઠો હોય, તેની પાસે બહારથી કોઈ દુર્ગુણી મનુષ્યો આવે, તેની સામે તે ગૃહસ્થ જુએ અને જો આદરસન્માન કરે, તો તે દુર્ગુણી મનુષ્યો હંમેશાં તેને ઘેર આવે અને તે ગૃહસ્થને આડીઊંધી વાતો કરી પોતાના સરખો (દુર્ગુણી) કરી મૂકે છે; પણ જો તે ગૃહસ્થ તે દુર્ગુણી મનુષ્યોને આવતાં જાણી, તેઓની સામે દષ્ટિ ન કરે અને ગમે તે પુસ્તક હાથમાં લઈ વાંચવા લાગે, ને તે આવેલા મનુષ્યોનું આદરસન્માન ન કરે અને તેમની ઉપેક્ષા કરે, તો તે આવેલા મનુષ્યો પાછા જાય ને બીજી વખત આવે ત્યારે પણ તે જ રીતે અનાદર થાય, તો પછી આવે નહિ; તેમ જે પુરુષ વેદાંતવિચાર વિના નકામો બેઠો હોય, તો તેની પાસે કામક્રોધાદિ દુર્ગુણો અવશ્ય આવે ને જો તેનો આદર કરે, તો સર્વદા આવ્યા કરે અને તે કામાદિક દુર્ગુણો પુરુષને પરમાર્થથી ભ્રમ કરે; તેથી તે પુરુષ જો વેદાંતનો અહર્નિશ વિચાર કર્યા કરે, તો તે કામાદિક તે પુરુષની પાસે આવે નહિ અને જો આવે તો તે વિચારવાળાથી તિરસ્કાર પામે એટલે જતાં રહે; માટે કામાદિકને આવવાનો અવસર (વખત) ન આપવો ને વેદાંતવિચારથી સર્વ કાલ આતિક્રમણ કરવો તથા સત્સંગ કરવો. સત્પુરુષના સંગથી અનેક Bali પાપ અને આધ્યાત્મિક અનેક પ્રકારના તાપ તથા દીનતા, એ સર્વની નિવૃત્તિ થાય છે. તે વિષે સત્પુરુષનું વાક્ય