88 સત્‌, ચૈતન્ય અને આનંદ

સત્‌, ચૈતન્ય અને આનંદ

શિષ્ય : હે મહારાજ ! હું સચ્ચિદાનંદ કેવી રીતે છું, તે જેમ મને સ્પષ્ટ અનુભવથી સમજવામાં આવે તે રીતે સત્‌, ચિત્‌, આનંદ એ ત્રણ પદનો અર્થ કહો. ગુરુ : જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થામાં તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળમાં તું આત્મા છે; માટે સત્‌ અને જાગ્રત આદિ ત્રણ અવસ્થાને જાણે છે. માટે ચિત્‌ અને સદાકાળ આત્મા પરમપ્રેમાસ્પદરૂપ છે માટે આનંદ છે. શિષ્ય : ત્રણે અવસ્થામાં હું સચ્યચિદાનંદરૂપ છું, તેનો અનુભવ જે રીતે સ્પષ્ટ સમજવામાં આવે તે રીતે કહો. ગુરુ : જાગ્રત અવસ્થામાં જાગ્યાથી તે સૂતાં સુધી જે કાંઈ વ્યવહાર થાય છે, તે સર્વને તું જાણે છે અને જાગ્રતમાં જે શબ્દસ્પર્શાદિકનું જ્ઞાન થાય છે ને ગમનાદિક જે ક્રિયા થાય છે, તે સર્વ વ્યવહારને જ્ઞાનપૂર્વક તું કહી દેખાડે છે; માટે જાગ્રતમાં જાણવાવાળો તું AGU આત્મા છે; જો તું AGU આત્મા ન હોય, તો જાગ્રતનો વ્યવહાર કાંઈ પણ તારાથી કહેવાય નહિ ને જણાય પણ નહિ, માટે UGU છે અને જાગ્રત અવસ્થા તું જાણે છે તેથી gu છે; અને જાગ્રત અવસ્થામાં wl, પુત્ર, દેહ, ઇંદ્રિયો તથા પ્રાણથી પણ આત્મા અધિક પ્રિય લાગે છે; એટલા માટે
આનંદરૂપ છે. પંચદશીમાં પણ કહ્યું છે :

ગ્નુષ્ટુષ સિત્તાત્વુર: fra: gare fis: પિછાત્તર્થેત્રિયમ્‌ | shearsy પ્રિય: પ્રાળ: પ્રાળાવાત્મા પર: પ્રિયા: ॥
ટીકા : વિત્ત એટલે ધન, તેથી પુત્ર પ્રિય છે; કેમ કે પુત્ર તેવા માટે તથા પુત્ર થયા પછી તેની રક્ષા સારુ તથા ચોરી અથવા જુગાર આદિ પુત્રનો અપરાધ થયો હોય, તો તેથી તેને બચાવવા સારુ પિતા ધનનો ખર્ચ કરે છે. ધનથી પુત્ર પ્રિય છે અને પુત્રથી પોતાનો દેહ પ્રિય છે; કેમ કે દુકાળમાં પુત્ર વેચાતો આપી દઈને પોતાના દેહની રક્ષા કરે છે. માટે પુત્રથી પોતાનો દેહ પ્રિય છે અને પોતાના દેહથી પોતાની ઇંદ્રેયો પ્રિય છે; $43 કોઈ મારવા આવે, ત્યારે પોતાની ઇંદ્રેયોનો બચાવ કરવા સારુ પોતાના દેહનાં વાંસો, માથું વગેરે અવયવોમાં વાગવા દે છે; તેથી ઇંદ્રિયો પ્રિય છે, એમ અનુભવ થાય છે. અને ઇંદ્રેયોથી પણ પોતાનો પ્રાણ અધિક પ્રિય છે; કેમ કે કોઈને પ્રાણાંત શિક્ષા કરવાની હોય, તો તે એમ કહે છે : “મારા હાથ-પગ વગેરે ઇંદ્રિયો કાપો, પણ મારા પ્રાણ બચાવો;’ માટે ઇંદ્રિયોથી પ્રાણ પ્રિય છે, એમ જણાય છે અને પ્રાણથી USHA પોતાનો આત્મા અતિશય પ્રિય છે; કેમ કે કોઈ પુરુષ કોઈ નિમિત્તથી કહે છે : ‘મારા પ્રાણ જાય તો હું ઘણો સુખી થાઉ.’ એમ કહેવાથી દેહ, ઇંદ્રિયો અને પ્રાણથી પણ જુદો સુખરૂપ આત્મા છે એવું જાણવામાં આવે છે. તેમ જ યાશ્વલ્ક્ય મુનિએ પોતાની સ્તી મૈત્રેયીને બૃહદારણ્યક ઉપનિષદના મૈત્રેયી બ્રાહ્મણમાં ઉપદેશ કર્યો છે. તેમાં સ્રી, પતિ, પુત્ર, ધન, પશુ, દેવતા, લોક ઇત્યાદિ જે પ્રિય લાગે છે, તે પોતાના આત્માને સુખનાં સાધનો છે માટે જ પ્રિય લાગે છે; પણ તે જો પોતાથી પ્રતિકૂળ હોય તો તે સ્તીપુત્રાદિક પ્રિય લાગતાં નથી એમ કહ્યું છે. તેથી પોતાનો આત્મા જ સર્વથી અધિક પ્રિય છે. સ્રીપુત્રાદિક સુખ પ્રિયરૂપ નથી. તે કારણથી આત્મા આનંદરૂપ છે, એમ પ્રત્યક્ષ અનુભવથી જણાય છે. તેમ જ સ્વપ્ન અવસ્થામાં પણ આત્મા છે તેથી સત્ય છે. સ્વપ્નને જાણે છે અને જાગીને સ્વપ્નમાં દીઠું હોય તે સર્વ કહી દેખાડે છે તેથી ચૈતન્યરૂપ છે. સ્વપ્નમાં પણ પોતાનો આત્મા સર્વથી પ્રિય છે; માટે સ્વપ્ન અવસ્થામાં પણ સત્‌ ચિત્‌-આનંદરૂપ તું આત્મા છે તેમ જ સુષુપ્તિ અવસ્થામાં કાંઈ પ્રપંચ નથી, તેને પણ જાણવાવાળો સુખરૂપ સચ્ચિદાનંદ તું આત્મા છે એમ સિદ્ધ થાય છે. અને એ રીતે વિચાર કરવાથી સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહનો તું દ્રષ્ટા છે; જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાનો તું સાક્ષી છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પાંચ કે છથી પણ જુદો તું આત્મા સચ્ચિદાનંદરૂપ છે; તેથી હે શિષ્ય ! એવા જ્ઞાનથી જ મોક્ષ થશે તેમાં સંદેહ નથી. આત્માના અપરોક્ષ જ્ઞાનથી જ મોક્ષ થાય છે, તેમાં બ્રહ્મનામાવલિનું પ્રમાણ કહે છે :