153 સંસારસમુદ્રનું વર્ણન
સંસારસમુદ્રનું વર્ણન
શિષ્ય : હે મહારાજ ! જ્યારે સંસારને સમુદ્રની પેઠે તરવાને કઠિન કહ્યો, ત્યારે સમુદ્રની પેઠે સંસારમાં આવર્ત, મગરમચ્છ વગેરે શું છે, તે પણ કૃપા કરી કહો. ગુરુ : સમુદ્રની પેઠે સંસારમાં સ્તીપુત્રાદિકમાં મોહરૂપી આવર્ત (ઘૂમરીઓ) છે; કામ, ક્રોધ, લોભ, અહંકારરૂપી મગરમચ્છ છે; au, તૃષા, હર્ષ, શોક આદિ મોટી ઊર્મિઓ (તરંગો) છે; અધ્યાત્મ, અધિભૂત, WRB એ ત્રણ તાપરૂપી વડવાનલ છે; નિરંતર દુર્વાસનારૂપી શેવાળ છે અને અનેક વિષયરૂપી જલ ભર્યું છે; એવા સંસારસમુદ્રને સત્સંગ દ્વારા આત્માના બોધથી તત્કાળ તરી જાય છે, વિલંબ થતો નથી, જેમ નૌકાથી સમુદ્રને તરી પાર થાય છે. તસ્માત્ (તે માટે) અતિપ્રયત્ન અર્થાત્ વર્ણાશ્રમાદિ સ્વધર્મના અનુષ્ઠાનપૂર્વક યજ્ઞ, દાન, જપ, તપાદિ સાધનોથી અંતઃકરણની શુદ્ધિથી વિવેકાદિ સાધનસંપન્ન થઈને ચિત્તૈકાગ્રતાથી બ્રહ્માનિઠ સદગુરુના સદુપદેશના ગ્રહણપૂર્વક ભોજનાદિક આવશ્યક ક્રિયામાં પણ અનાદર કરીને એટલે ભોજનાદિ વખતે જો સત્સમાગમનો વખત હોય, તો તે ભોજનાદિ ક્રિયાને પણ આગળ-પાછળ રાખીને “સત્ત સતતં જુર” અર્થાત્ સત્પુરુષનો સંગ સર્વદા કર. સદાકાળ સદ્દવિચાર કરવા વિષે wad પ્રમાણ કહે છે.