129 સંચિત આદિ ત્રણ પ્રકારનાં કર્મો

સંચિત આદિ ત્રણ પ્રકારનાં કર્મો

ગુરુ : કર્મ ત્રણ પ્રકારનાં છે : (૧) સંચિત, (2) ક્રિયમાણ અને (૩) પ્રારબ્ધ. તેમાં પ્રથમ અનેક જન્મોમાં કરેલાં જે પુણ્યપાપાદિક કર્મો ભોગવ્યા વિના સંસ્કારરૂપ અજ્ઞાન સહિત સૂક્ષ્મ શરીરમાં રહ્યાં છે તે સંચિત કર્મ કહેવાય છે; આ વર્તમાન દેહથી જે કાંઈ નિત્યનૈમેત્તિક વગેરે કર્મ થાય છે, તેને ક્રિયામાણ કહેવાય છે; અને પૂર્વે અનેક જન્મોમાં કરેલાં જે સંચિત કર્મો છે તેઓમાંથી ફળ દેવાને પ્રવૃત્ત થયેલાં જે કર્મોમાંથી આ વર્તમાન દેહ થયો છે ને આ જ દેહમાં જે કર્મથી સુખ-દુખ આદિનો ભોગ થાય છે, તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. એ રીતે ત્રણ પ્રકારનાં કર્મો છે, તેમાં સંચિત કર્મનો આત્માના અપરોક્ષ જ્ઞાનાગ્નિથી નાશ થાય છે.