20 શ્રુતિ-સ્મૃતિનાં પ્રમાણો

શ્રુતિ-સ્મૃતિનાં પ્રમાણો

 

અથર્વવેદના મુણ્ડક ઉપનિષદમાં પણ જિજ્ઞાસુએ સમિધાદિ ઉપહાર હાથમાં લઈ, વિનયપૂર્વક થઈ, પરમતત્ત્વજ્ઞાન પામવા માટે, શ્રોત્રિય તથા બ્રહ્મનિષ્ઠ એ બે વિશેષણવાળા ગુરુને શરણે જવું, એમ સ્પષ્ટ નિરૂપણ કરેલું છે. તેમ ભગવદ્‌ગીતાના ચોથા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કહેલું છે :

ગનુષ્ડ્ષ્‌
તદ્દિર્દ્રિ પ્ળપાતેન પરિપ્રશ્નેન સેવવા |
‘“ઝપરેદ્યંત્તિ તે art સાસિનસ્તત્રર્શસનિ: ॥

ટીકા : ગુરુને સાષ્ટાંગ નમસ્કાર કરીને તથા ગુરુ પાસે બંધન શું, વિધા કોને કડીએ, wen કોને કહીએ, આત્મા કોણ, પરમાત્મા કોણ અને તેની એકતા કેમ જણાય, એવા પ્રશ્નો કરીને તથા ગુરુની સેવા કરીને પ્રસન્ન થયેલા ગુરુ પાસેથી પરમશ્રેષ્ઠ મોક્ષનું સાધન, અદ્વિતીય, પરમાત્માનું જે જ્ઞાન, તે તું જાણ; અને જ્ઞાની (શ્રોત્રિય), તત્ત્વદર્શી (બ્રહ્મનિષ્ઠ) એવા જે ગુરુ, તે તને જ્ઞાનનો ઉપદેશ કરશે. તેમ શ્રીમદ્‌ ભાગવતમાં એકાદશ-સ્કંધના ત્રીજા અધ્યાયમાં પ્રબુદ્ધ નામના યોગેશ્વરે જનક રાજાને કહ્યું છે :

તસ્માર્નુસં પ્રપરોત સિજ્ઞાસુ: sa SAAT ।
we પરે ત્ત frond બ્રણાળ્યુપશમાશ્રયમ્‌ ॥

ટીકા : જે સારુ આ લોકના તથા પરલોકના સર્વ વિષયભોગ કર્મજન્ય હોવાથી નાશવાન છે ને દુઃખ દેનારા છે તે સારુ ઉત્તમ (નાશરહિત પરમ સુખસ્વરૂપ) શ્રેય (મોક્ષને) જાણવાની ઇચ્છાવાળો એવો જે મુમુક્ષુ પુરુષ, તેણે વેદના સાચા અર્થને જાણનાર શ્રોત્રિય અને પરબ્રહ્મને અપરોક્ષ અનુભવથી જાણનારા બ્રહ્મનિષ્ઠ તથા શાંતિવાન એવા ગુરુને શરણે જવું.