114 શિષ્યનો અનુભવ
શિષ્યનો અનુભવ.
એ રીતે જ્યારે ગુરુએ વિચાર કરવાનું કહ્યું, ત્યારે શિષ્યે જે જે સાંભળ્યું હતું તે સર્વનું મનન કરી, નિદિધ્યાસનપૂર્વક પોતાના સ્વરૂપનો સાક્ષાત્કારરૂપ અનુભવ કર્યો, તે અનુભવને
ત્રણ દુહાઓથી શિષ્ય કહી બતાવે છે. તેમાં પણ પ્રથમ દુહામાં ચાર દેહથી તથા ત્રણ અવસ્થાથી આત્માનું ભિન્નરૂપ છે એમ કહે -છે.
શિષ્ય : છું સ્થૂળ સૂક્ષ્મ કારણ નહિ, નહિ મહાકારણ રૂપ; નહિ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, હું પોતે શુદ્ધ સ્વરૂપ.ટીકા : સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એવા જે દેહત્રય તે હું નહિ અને વિશેપ જ્ઞાનરૂપ જે મહાકારણ દેહ તે પણ હું નહે; અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે પણ મારા આત્મામાં નથી. તે અવસ્થા બુદ્ધિની છે. તેમ જ ભાગવતમાં પણ સપ્તમસ્કંધના સાતમા અધ્યાયમાં પ્રહ્લાદે કહ્યું છે :
ઞનુખ્ટ્પ્
genie war: સુષુપ્તિસિતિ વૃત્તવ: 1
તા Sarat સોડધ્યક્ષ: Ue: પર: ॥
ટીકા : જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા બુદ્ધિની છે. તે ત્રણ અવસ્થાઓ જેનાથી જણાય છે, તેનો સાક્ષી અવસ્થાથી ભિન્ન સચ્ચિદાનંદરૂપ ઉત્તમ પુરુષ છે. માટે ત્રણ અવસ્થાનો પ્રકાશક હું પોતે કેવળ શુદ્ધ નિર્મળ સ્વયંપ્રકાશ સામાન્ય સ્વરૂપ છું. હવે શિષ્ય બે દુહાથી નિષ્પ્રંપચરૂપ એવો ¥ Asay આત્મા તેનો અનુભવ કહે છે.
તુર્યા સાક્ષી તો કોય કહે,
જો સાક્ષ્ય પદારથ હોઈ;
ઉપાધિરહિત સ્વરૂપ હું નહિ,
we સાક્ષી દોય.
ટીક. : જો er (સાક્ષીથી જણાય) એવી જાગ્રત અવસ્થા આદિ વૃત્તિઓ તથા સ્થૂળ, સૂક્ષ્મ દેહાદિ પદાર્થો આત્માથી ભિન્ન સત્ય હોય, તો તુરીય અને સાક્ષી એવાં આત્માનાં બે નામ કોઈથી કહેવાય; પણ જાગ્રતાદિ અવસ્થા તથા સ્થૂળાદિ પદાર્થો પારયાર્થિક સાચા નથી, ત્યારે તુરીય તથા સાક્ષી અ નામ કેમ કહેવાય ? જેમ એક પુરુષના જુદા જુદા સંબંધીઓની અપેક્ષાથી જુદાં જુદાં નામ કહેવામાં આવે છે; ભાણેજ હોય તો મામો, ભત્રીજો હોય તો કાકો, જમાઈ હોય તો સસરો અને પુત્ર હોય તો પિતા કહેવાય; પણ સંબંધીઓનો અભાવ થયેથી તે પુરુષનાં તે મામો, કાકો ઇત્યાદિ નામ કહેવાતાં નથી, એ સર્વ નામ કલ્પિત છે, પુરુષ માત્ર સાચો છેઃ તેમ તુરીય-સાક્ષી આદિ નામ પણ મારા સ્વરૂપમાં ઉપાધિની અપેક્ષાથી છે, વાસ્તવિક નથી; અને હું તે જાગ્રત આદિ ઉપાધિરહિત નિરુપાધિ સ્વરૂપ છું તેથી મારા શુદ્ધ સ્વરૂપમાં Wey અને સાક્ષી એવાં બંને નામ નથી. હું વિશ્વ તેજસ પ્રાજ્ઞ નહિ, નહિ તુર્યા મુજમાંય;
નહિ દ્રષ્ટા સાક્ષી નહિ,
કેવળ શુદ્ધ હું ભાય.
ટીકા : જાગ્રતનો અભિમાની વિશ્વ, સ્વપ્નનો અભિમાની તૈજસ અને સુષુપ્તિનો અભિમાની પ્રાજ્ઞ એ ત્રણે હું નથી અને તુર્યા અવસ્થા એવું જે નામ તે તથા દ્રષ્ટા-સાક્ષી એવાં નામ પણ મારામાં વાસ્તવિક નથી; કેમ કે દશ્ય તથા સાક્ષ્યની અપેક્ષાથી દ્રષ્ટા અને સાક્ષી એવાં નામ કહેવાય છે પણ જો દશ્ય તથા સાક્ષ્ય પદાર્થો ન હોય, તો કોનો દ્રષ્ટા તથા કોનો સાક્ષી કહેવાય ? માટે દશ્ય તથા સાક્ષ્ય જે પદાર્થો છે, તે પારમાર્થિક સત્ય રહેતા નથી તેથી એ નામો પણ કહેવાતાં નથી. તથાપિ જે ઠેકાણે કહ્યાં છે, તે માત્ર દશ્યાદિકની અપેક્ષાથી જ કહ્યાં છે. વાસ્તવિક રીતે વિચારીને અનુભવ કરવાથી એમ સિદ્ધ થાય છે કે કેવળ નિપ્પ્રપંચ સ્વયંપ્રકાશ, સ્વતઃસિદ્ધ નિરૂપાધિક, શુદ્ધરૂપ, મનવાણીને અગોચર હું છું.