142 શબ્દાનુવિદ્ધ સમાધિ
શબ્દાનુવિદ્ધ સમાધિ
શિષ્ય : શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કોને કહેવાય તે કૃપા કરી કહો. ગુરુ : હું અસંગ છું એટલે દેહ, ઇંદ્રિયો, અંતઃકરણાદિકમાં હું છું, તથાપિ તેનો મને સંગ નથી. જેમ ઘૃત, તેલ, ચંદન અને કીચ આદિમાં આકાશ રહ્યું છે, પણ તેમાં લોપાયમાન થતું નથી; અને હું સચ્ચિદાનંદરૂપ છું એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં છું; તેથી સત્, જાગ્રદાદિ ત્રણ અવસ્થા જાણું છું તેથી ચિત્ અને પરમ પ્રેમનું આસ્પંદ છું તેથી આનંદ. હું પોતે સ્વાભાવિક પ્રકાશરૂપ છું અને બીજાને પ્રકટ કરું છું, મને કોઈ પ્રકટ કરતું નથી; તેથી હું સ્વપ્રકાશ છું. હું ક્વેતરહિત છું એટલે મારા સ્વરૂપમાં દ્વૈતપ્રપંચનો સંબંધ નથી; કેમ કે તે સમય ક્વેતપ્રપંચ કલ્પિત છે, એ રીતે હું અસંગ, સત્, ચૈતન્ય, આનંદ અને સ્વયંપ્રકાશરૂપ છું એમ શબ્દના ઉચ્ચારપૂર્વક આત્મામાં ઉપર કહ્યા પ્રમાણે અસંગ આદિ વિશેષણોના અર્થનો અનુભવ કરવો, તે શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહેવાય છે. એ રીતે દશ્યાનુવિદ્ધ તથા શબ્દાનુવિદ્ધ બે સમાધિનો પ્રથમ અભ્યાસ કરવો અને દઢ થયા પછી નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ કરવો.