148 વિષયના ત્યાગ સાથે સત્સંગ

વિષયના ત્યાગ સાથે સત્સંગ

 

વિષય વિષવત્‌ ત્યાગ કરી, કરીએ સાધુસંગ;
પોતે સચ્ચિદાનંદ સદા, જેમનો તેમ અભંગ.

ટીકા : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ આદિ જે નિષિદ્ધ વિષયો છે, તેમનો વિષની પેઠે ત્યાગ કરીને “કરીએ સાધુસંગ’ અર્થાત્‌ જ્ઞાન, વૈરાગ્ય, દયા, સંતોષ, અકામ, અક્રોધ, ક્ષમા, સદાચાર આદિ સલ્લક્ષણસંપન્ન એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુનો સમાગમ કરવો અને તે સત્પુરુષના સમાગમથી પોતામાં પણ ક્ષમા, દયા, સંતોષાદિ સાધનો પ્રાપ્ત થાય છે અને તેથી શ્રવણમનનાદિપૂર્વક આત્મજ્ઞાનથી મોક્ષ થાય છે, તે માટે સજ્જનનો સંગ કરવો. ‘એમ અષ્ટાવક્ર મુનિએ પણ મોક્ષ થવા માટે વિષયોનો ત્યાગ કરીને સારાં સાધન સંપાદન કરવાં એમ જનક રાજા પ્રત્યે કહ્યું છે.