124 લક્ષ્યાર્થ ગ્રહણ કરવાનું દષ્ટાંત
લક્ષ્યાર્થ ગ્રહણ કરવાનું દષ્ટાંત
જેમ વ્રીહિ(ડાંગર)ને ખાંડણીમાં ખાંડીને તેમાંથી તેના તુષ(ફોતરાં)ને જુદાં કરીને તેનો ત્યાગ કરે અને તે મધ્યેના શુદ્ધ જે તાંદુલ (ચોખા) છે, તેને ગ્રહણ કરે તો તેથી જ તૃપ્તિ થાય
છે; પણ તે તુષ તથા ચોખાને જુદા કર્યા વિના સમગ્ર ડાંગરનો જ ત્યાગ કરે, તો તેથી ક્ષુધા નિવૃત્ત ન થાય અને ફોતરાંને ચોખાથી જુદા કર્યા વિના વ્રીવિને ખાવા ઇચ્છે, તો તે ગળે ઊતરે નહિ. તેથી તેમ કરવું બનતું નથી; તે માટે તુષ તથા ચોખાને જુદા કરીને તુષનો ત્યાગ કરી, ચોખા માત્રને ગ્રહણ કરવાથી જ તૃપ્તિ થાય છે. તેમ જીવ-ઈશ્વરમાંથી ભાગત્યાગ લક્ષણાથી ઉપાધિરૂપ વાચ્યાર્થનો ત્યાગ કરીને િરુપાધિક એક લક્ષ્યાર્થ ગ્રહણ કરવો, તેથી જ મોક્ષસુખ પ્રાપ્ત થાય છે.