118 લક્ષ્યરૂપમાં અભેદ સ્થિતિ
લક્ષ્યરૂપમાં અભેદ સ્થિતિ
એમ અભેદ લક્ષ્ય જાણી કરી, રહીએ સુખસ્વરૂપ; નિરંતર મહદાકાશવત્ પોતે સ્વયં સ્વરૂપ. ટીકા : એમ (પૂર્વે કહી આવ્યા એ રીતે) મનવાણી-ત્તે અગોચર-અભેદ લક્ષ્ય; (જીવ-ઈશ્વર ભેદરાહેત લક્ષ્યાર્થરૂપ આત્મા) તેને અનુભવથી જાણીને, “રહીએ સુખસ્વરૂપ’ અર્થાત્ Bad સુખસ્વરૂપમાં તદ્રૂપતાથી સ્થિતિ કરી રહેવું અને જેમ મહદાકાશ નિરંતર ભેદરહિત, અસંગ, સર્વત્ર વ્યાપક છે, તેમ જ પોતાનું આત્મસ્વરૂપ જીવ-ઈશ્વર આદિ ભેદરહિત વ્યાપક છે તથા સ્વયંપ્રકાશ અસંગ છે; માટે હે શિષ્ય ! હું નિર્વિકલ્પ, અસંગ; સુખરૂપ બ્રહ્મ છું, એવો નિશ્ચય દઢ રાખવો.