111 યથેષ્ટાચરણનો નિષેધ
યથેષ્ટાચરણનો નિષેધ
ગુરુ : હે શિપ્ય ! આત્મતત્ત્વને જાણીને પણ જો નિઃશેપ (સમગ્ર) કામક્રોધાદિકનો ત્યાગ તું નહિ કરે અને કામાદિકને વશ થઈને “હું તત્ત્વવેતા છું, મારા ઉપર વિધિનિષેધશાસ્ત્રનો
ઉપદેશ નથી’ એવા અભિમાનથી ધર્મશાસ્ત્રને તથા તેમાં નિરૂપણ કરેલાં પુણ્ય કર્મોને પણ મૂકી દેવાથી યથેષ્ટ આચરણમાં (શાસ્ત્રે કહેલ વર્ણાશ્રમના ધર્મની મર્યાદા મૂકીને સ્વેચ્છાથી વર્તવામાં) તારી પ્રવૃત્તિ થશે; ને હે શિષ્ય ! તું કદાચિત્ એમ કહીશ કે “ભલે થાઓ’, તો તેમ થવું યોગ્ય નથી. એ રીતે નૈષ્કર્મસિદ્ધિ નામના ગ્રંથમાં શ્રીસુરેશ્વરાચાર્યે વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેમનો અભિપ્રાય એ છે કે, જે પુરુષે અઠ્દેત પરમાત્મતત્ત્વ જાણ્યું છે ને તેની જો યથેષ્ટાચરણમાં પ્રવૃત્તિ થશે, તો અભક્ષ્યનું ભક્ષણ કરવા આદિ ધર્મમાં પણ પ્રવૃત્તિ થવાથી શ્વાનનો ને તત્ત્વજ્ઞાનીનો સરખો વ્યવહાર થશે પણ જેને તત્ત્વજ્ઞાન થયું છે તેને યથેષ્ટાચરણ થવું જ સંભવતું નથી; કેમ કે જેણે પૂર્વજન્મમાં અધર્માચરણ કરેલું હોય છે, તેને આ જન્મમાં પણ અધર્મમાં રુચિ થઈને યથેષ્ટાચરણમાં પ્રવૃત્તિ થાય છે; પણ જેને તત્ત્વજ્ઞાન થાય છે, તે તો પુણ્ય કર્મોથી થાય છે. અને અનેક Wali અનેક યજ્ઞ દાનાદિક પુણ્યકર્મોથી સર્વ પાપની નિવૃત્તિપૂર્વક જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે, તેને તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ ભગવદ્ગીતામાં શ્રીકૃપ્ણે કહ્યું છે; અને યજ્ઞથી અન્ન, ધન આદિના દાનથી મન તથા ઈંદ્રિયોના નિગ્રહરૂપી તપથી અથવા ફચ્છચાંદ્રાયણાદિરૂપ cual બ્રાહ્મણો આત્મતત્ત્વને જાણવાની ઇચ્છા કરે છે એ રીતે શ્રુતિમાં કહ્યું છે; તેથી અનેક
પુણ્યકર્યના ફળરૂપ જે તત્ત્વજ્ઞાન તે પ્રાપ્ત થતાં પાપકર્મના ફળરૂપ જે યથેષ્ટાચરણ તેમાં પ્રવૃત્તિ થતી નથી. જેમ કોઈ પુરુષ અતિશય ક્ષુધાથી પીડિત હોય, તોપણ આ વિષવાળું અન્ન છે એમ જાણે તો તે અન્ન ખાવાને પ્રવૃત્ત થાય નહિ, ત્યારે તે પુરુષ મિપ્ટાન્ન ખાઈને તૃપ્ત થયા પછી એ વિષવાળું અન્ન ખાવા કેમ પ્રવૃત્ત થશે ? અર્થાત્ નહિ થાય. તેમ જે સમયે મુમુક્ષુ અવસ્થા હતી, તે સમયે પણ શાસ્ત્રમાં કહેલા પોતાના વર્ણશ્રમોનો ધર્મ અનુસાર પ્રવૃત્તિ હતી; પણ યથેષ્ટાચરણમાં પ્રવૃત્તિ ન હતી, ત્યારે જેને પુણ્યકર્મના અનુષાનપૂર્વક ઈશ્વરના અનુગ્રહથી સર્વ લોકોના ભોગો પ્રત્યે વૈરાગ્યવાન થતા આત્માનું જ્ઞાન થયું છે ને તે જ્ઞાનથી તૃપ્ત છે, તેની યથેષ્ટાચરણમાં પ્રવૃત્તિ કેમ થાય? અર્થાત્ નહિ જ થાય; તે સારુ હે મુમુક્ષો ! તું તત્ત્જ્ઞાનવાળો છે. જે જ્ઞાન પ્રાપ્ત કરીને સનકાદિક તથા શુક્રાદિક ઉત્તમ પદવી પામેલ છે, તે જ્ઞાન પ્રાપ્ત કરી સર્વથી અધમ પશુ સૂકર સરખા થવાની ઇચ્છા ન કર ને બંધન દેનારા તીવ્ર મનોમય BABU કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ ad દોષોમાં દોષદષ્ટિ કરી, ત્યાગ કરીને તથા સર્વ અનર્થના મૂળભૂત મનોમય ક્વેતરૂપ મનોરાજ્યનો (મનના રચેલા અનેક પ્રકારના વિષયોના સંકલ્પનો) પણ ત્યાગ કરીને સચ્ચિદાનંદ પરિપૂર્ણ પરમાત્મામાં અભેદ-સ્થિતિરૂપ જીવન્મુક્તિનું સુખ સંપાદન કર અને મનોમય દૈતરૂપ કામક્રોધાદિ આસુરી સંપત્તિ બંધન દેનારી છે તેથી તેનો ત્યાગ કરવો એમ ભગવદ્ગીતામાં શ્રીભગવાને પણ કહ્યું છે;