156 મૃત્યુપર્યત સત્સંગ
મૃત્યુપર્યત સત્સંગ
ગનુષ્ટ્ષ્ Waa aan વેવાતો Yetta: |
amet સાનપ્રસિદ્ધયર્થ જુતખ્તત્વાપનુત્તવે ॥
ટીકા : જ્યાં સુધી દેહનું આયુષ્ય છે, ત્યાં સુધી વેદાંતશાસ્ત્ર અને તેના ઉપેદશકર્તા સદ્ગુરુ અને ઈશ્વર એ ત્રણે વંદન કરવા યોગ્ય છે. તેમાં પ્રથમ જ્ઞાન થવા માટે વેદાંતનું શ્રવણ તથા ગુરુને ઈશ્વરનું સેવન કર્તવ્ય છે અને જ્ઞાન થયા પછી જેનાથી જ્ઞાન થયું એવાં જે વેદાંતશાસ્ર, ગુરુ અને ઈશ્વર તેઓનું સેવન ન કરે, તો કૃતઘ્ન થાય છે, માટે તે દોષ મટાડવા માટે જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી તેમનું સેવન કરવું. એલે પરિપૂર્ણ અખંડ એકરસ પરમાત્માના જ્ઞાનથી દુરસ્ત સંસારથી પાર થવા માટે તથા કૃતઘ્ન ન થવા માટે ઈશ્વર તથા ગુરુમાં ભક્તિપુરઃરસ વેદાંતશાસ્રના શ્રવણમનનાદિ અભ્યાસથી જ દેહપાત પર્યતકાળ અતિક્રમણ કરવો એમ સિદ્ધ થયું.