90 મહાકારણ દેહ તથા આત્મા

મહાકારણ દેહ તથા આત્મા

ચોથો મહાકારણ દેહ જ્ઞાનસ્વરૂપ,
તેનો તું પ્રકાશક શુદ્ધ સ્વરૂપ;
તેહનાં તત્ત્વ કહું સુજાણ,
તે તું શ્રવણ કર વિનકાન.

ટીકા : ત્રણ દેહની અપેક્ષાથી ચોથો કહેવાયો. અજ્ઞાન તથા  તેના કાર્યરૂપ જે દેહાદિક પ્રપંચ તેની અત્યંત નિવૃત્તિનું મોટું કારણ, માટે મહાકારણ દેહ કહેવાયો. તે મહાકારણ દેહનું રૂપ જ્ઞાનસ્વરૂપ છે, એટલે બ્રહ્મનિષ્ઠ ગુરુ દ્વારા વેદાંતશાસ્્રના શ્રવણથી હું દ્રષ્ટા સાક્ષી છું એવું જે વિશેષ જ્ઞાન મનની વૃત્તિમાં થયું છે, તેનું નામ જ ચોથો મહાકારણ દેહ. તેનો પણ પ્રકાશક તું આત્મા શુદ્ધ સ્વરૂપ એટલે કે નિર્મળ સામાન્ય, નિત્ય, જ્ઞાનરૂપ છે અને તે વિશેષ જ્ઞાન જાગ્રતમાં જ રહે છે, પણ સુષુપ્તિમાં રહેતું નથી; તેથી અનિત્ય ને પરિચ્છિન્ન છે તું તે વિશેષ જ્ઞાનનો પ્રકાશક સામાન્યરૂપ આત્મા અસ્તિ, ભાતિ અને પ્રિય એ ત્રણ રૂપથી આકાશની પેઠે સર્વત્ર જગતમાં વ્યાપક છે. માટે એ સામાન્ય પૂર્ણસ્વરૂપનો અનુભવ કરવો અને તે પૂર્ણજ્ઞાનનો અનુભવ કરીને વૃત્તિજન્ય જે વિશેપ જ્ઞાન છે, તેને જ અજ્ઞાનની નિવૃત્તિનું સાધન છે એમ જાણવું. શિષ્ય : & મહારાજ | તમે કહ્યું કે અસ્તિ, ભાતિ અને
પ્રિયરૃપે તું સામાન્ય જ્ઞાનરૂપ આત્મા જગતમાં વ્યાપક છે; પણ અસ્તિ, ભાતિ અને પ્રિય તે કોને કહેવાય ? તે કૃપા કરી કહો અને જગત કોને કહેવાય તે પણ કહો.