147 મનનું તથા નિદિધ્યાસનનું લક્ષણ

મનનું તથા નિદિધ્યાસનનું લક્ષણ

શિષ્ય : મનન કોને કહેવાય ? ગુરુ : શ્રવણ કરેલું જે અઠ્દિતીય બ્રહ્મ વસ્તુ તેમાં અસંભાવનારૂપ (સંશયરૂપ) દોષની નિવૃત્તિ થવા માટે વેદાંતાનુસાર યુક્તિથી નિરંતર જે ચિંતન કરવું તે મનન કહેવાય છે. તે મનન સિદ્ધ થયા પછી નિદિધ્યાસન કરવું. શિષ્ય : નિદિધ્યાસન કોને કહેવાય ? ગુરુઃ હું દેહ નહિ, હું સ્થૂળ, $a, gra, દીર્ઘાદિ નહે, હું વર્ણાશ્રમાદિરૂૃૂપ નહે એ રીતે વિજાતીય પ્રત્યયના તિરસ્કારપૂર્વક હું પ્રત્યગાત્્મા દ્રષ્ટા સાક્ષી સચ્ચિદાનંદ, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, અજન્મા, અજર, અમર, અક્રિય, અસંગ, અદ્વિતીય બ્રહ્મસ્વરૂપ છું; એ રીતે જે સજાતીય પ્રત્યયનો પ્રવાહ તે નિદિધ્યાસન કહેવાય છે. નિદિધ્યાસન કરીને “કરીએ સાક્ષાત્કાર’ અરથાત્‌ આત્માનો નિઃસંદેહ અપરોક્ષ અનુભવરૂપ સાક્ષાત્કાર સંપાદન કરવો. ,એ રીતે દુહાના પૂર્વાર્ધમાં શ્રવણ, મનન, નિદિધ્યાસન કરીને આત્માનો સાક્ષાત્કાર કરવો એમ કહ્યું નેં હવે ઉત્તરાર્ધમાં ace પંચીકરણ સાક્ષાત્કારનું રૂપ કહ્યું છે. “સચ્ચિદાનંદ ઇતિ’ સાક્ષાત્‌ Wala (અહમાદિ અંતઃકરણની વૃત્તિઓનો જે પ્રકાશક) સચ્ચિદાનંદ બ્રહ્મ તે હું છું એવો જે અનુભવ તેનું નામ સાક્ષાત્કાર એમ કહ્યું છે. વેદ પુકારે છે અર્થાત્‌ ઊંચે સ્વરે કહે છે. આત્મસાક્ષાત્કારનું રૂપ પૂર્વે શ્રવણ, મનન તથા નિદિધ્યાસન એ ત્રણ આત્મસાક્ષાત્કાર થવાનાં સાધન છે એવું નિરૂપણ કર્યું ને હવે તે સાધનો જ્યાં સુધી શબ્દાદિક વિષયોમાં ચિત્ત આસક્ત છે, ત્યાં સુધી બની શકતાં નથી; તે માટે તે વિષયોનો વિષની પેઠે ત્યાગ કરીને તથા શમાદિ સાધનસંપન્ન થઈને બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુને
શરણે જઈ તે દ્વારા શ્રવણ મનનાદિ કરી આત્મસાક્ષાત્કાર સંપાદન કરવો એ મોક્ષ મેળવવાનું મુખ્ય સાધન છે, તે માટે શ્રવણાદિ દ્વારા સચ્ચિદાનંદરૂપ આત્માનો સાક્ષાત્કાર થવા માટે સત્પુરુષનો સંગ સદાકાળ કરવો તે કહે છે.