30 મંદિરનાં ઈંડાંનું દષ્ટાંત

મંદિરનાં ઈંડાંનું દષ્ટાંત

 

SiS એક ધનાઢ્ય ગૃહસ્થ હતો. તેણે વિચાર કર્યો કે મારી પાસે ધન ઘણું છે, તેથી આ વખતે તેનો ગુપ્ત સંગ્રહ કરું, તો કોઈ વખત મને અથવા મારી પ્રજાને કામ આવે. એમ વિચારીને પોતાનું એક મોટું સ્થાનક બંધાવેલું હતું, તેમાં સિદ્ધેશ્વર મહાદેવનું એક શિખરબંધ દેવાલય હતું; તેના ઈંડામાં એટલે શિખરમાં, કોઈના જાણવામાં ન આવે એવી રીતે ધન રાખીને, એક જુદી વહીમાં નોંધ તરીકે, “સંવત ૧૭રપની સાલમાં ઉત્તરાયણના સૂર્યમાં, ચૈત્ર માસના શુકલપક્ષમાં, અષ્ટમીનેદિવસે બાર ઘડી દિવસ ચઢતાંમાં સિદ્ધેશ્વરના દેવાલયના ઈંડામાં પંદર લાખ સોનામહોર રાખી છે; જયારે કામ પડે ત્યારે કાઢવી.’ એમ નોંધ કરી તે વહી જાળવીને ઠેકાણે રાખી. ત્યાર પછી ઘણેક વર્ષે તે ગૃહસ્થ યાત્રા કરવા ગયો. ત્યાં અચાનક ઉપદ્રવથી તેનું શરીર બોલ્યા વિના એકાએક નાશ પામ્યું, એટલે તેનો બાળક-છોકરો તતા માણસો પાછાં ઘેર આવ્યાં. કાળ જતાં કરો મોટો થયો અને વ્યાપાર કરવા લાગ્યો, પરંતુ તેમાં વારંવાર નુકસાન આવવાથી સર્વ નાણું ગયું અને ઊલટો તે કરજદાર થયો; ત્યારે માગનારાઓ દુઃખ દેવા લાગ્યા; તેની પીડાથી તે વિચારવા લાગ્યો કે, મારા બાપદાદા ઘણા ધનવાળા હતા અને તેઓ ઘણા સાથે લેણદેણનો વ્યવહાર કરતા હતા, માટે જૂના ચોપડા તપાસીએ અને તેમાંથી કાંઈક ઉઘરાણી વગેરેનો પત્તો લાગે તો કામ થાય.
એવો મનસૂબો કરી તેણે ચોપડા તપાસવા માંડ્યા. તપાસતાં તપાસતાં જે વહીમાં પંદર લાખ સોનામહોરની ઉપલી વિગત લખેલી હતી, તે નજરે પડી; તેથી મનમાં તે ઘણો પ્રસન્ન
થયો અને તેણે સલાટ તથા મજૂરોને બોલાવી દેવાલયનું ઈંડું ઉતરાવ્યું, ને તેમાં સોનામહોરોની તપાસ કરી, પણ કાંઈ નીકળ્યું નહિ; તેથી ખેદ પામી તે વિચારવા લાગ્યો કે, ‘શું આ રકમ વહીમાં ખોટી લખી હશે કે મારાથી બરોબર વાંચી-સમજી શકાઈ નહિ?’ એમ ધારી તે વિગત તેણે પોતાના મિત્રોને વંચાવી; ત્યારે તેઓએ વાંચીને કહ્યું કે, દેવાલયના ઈંડામાં ધન છે, એવું લખ્યું છે તેથી ઈંડામાં તપાસો. ત્યારે પેલા છોકરાંએ કહ્યું કે, તેમાંથી કાંઈ નીકળ્યું નહિ. તે સાંભળી પેલા મિત્ર બોલ્યા કે, એ રકમ ખોટી ઉધારી હશે. તે પછી બીજાઓને પણ વંચાવ્યું, તેમણે પણ એ જ રીતે કહ્યું. તેઓમાંથી એક જણે કહ્યું : રકમ લખી છે’ એવું કહો છો તે વગર વિચાર્યે કડો છો. એ મધ્યે લખેલી સોનામહોર કોઈ પાસેથી વેચાતી લીધી હશે, ને તેનાં નાણાંની રકમ કોઈને ખાતે ઉધારી હશે. માટે ચોપડામાં તપાસો કે એ રકમ છે કે નહિ. ત્યારે તે વર્ષના ચોપડા તપાસ્યા. તેમાંથી જુદા જુદા આસામીઓ પાસેથી એ સોનામહોર લીધેલી ને તેના રૂપિયા ચૂકવેલા તેની બધી વિગત નીકળી અને “પંદર લાખ સોનામહોરની વિગત એક જુદી વહીમાં ઈંડા ખાતે ઉધારી છે’ એવું લખેલું નીકળ્યું. તે જોઈને સૌ આશ્ચર્ય પામી કહેવા લાગ્યાકે, આપણે અણસમજથી આ વહીમાંની રકમને ખોટી કહેતા હતા. ઈંડામાં ધન રાખ્યું છે એ વાત તો ખરી છે, પણ આપણને તે જડતું નથી, તેથી કોઈ ચોરી ગયું હોય અથવા મૂકતી વખતે કાંઈ ગરબડ થઈ હોય, તેની શી ખબર પડે ? એમ ધન ન મળ્યાથી તેને બહુ ચિંતા થઈ ને જેને તેને તે પૂછ્યા કરે, પણ
કોઈ બતાવી શકે નહિ. એમ કરતાં પોતાના કુળમાં એક વૃદ્ધ બુદ્ધિમાન પુરુષ હતો તેની પાસે જઈ તેને સર્વ વાત માંડીને કહી ને કહ્યું કે, ધન ન મળ્યું તેની જ ચિંતા છે એટલું જ નહિ, પણ આ દેવાલયનું ઈંડું ઉતાર્યું, તેથી લોકમાં કહેણી થઈ કે, આ છોકરો એવો અકર્મી ઊઠ્યો કે બાપે દેવાલય બંધાવ્યું અનેછોકરાંએ પાડી નંખાવ્યું; તેની મને પીડા થઈ પડી છે. વળી પાછું ઈંડું ચણાવવાને મારી પાસે પૈસા પણ નથી ને લેણદારો પણ દુઃખ દે છે, તેથી હું કંટાળી ગયો છું; માટે કૃપા કરી કાંઈ ઉપાય બતાવો, તો બહુ સારું થાય. એનાં આવાં વચન સાંભળીને તે બુદ્ધિમાન વૃદ્ધ પુરુષને દયા આવી ને કહ્યું : ‘હે ભાઈ ! તું કાંઈ ચિંતા ન કર. તારી વહીમાં જે લખ્યું છે, તે સત્ય છે ને તે ધન તને મળશે. પણ હાલમાં હું તને આ બસો રૂપિયા આપું છું તે ખર્ચીને દેવાલયનું ઈંડું જેમ આગળ હતું, તેમ જ પાછું ચણાવી દે. તેમાં કાંઈ પણ ફેરફાર થવો ન જોઈએ એમ કરવું. એ પ્રમાણે કરીને Arie અષ્ટમીને દિવસે સવારમાં મારી પાસે આવજે.’ એમ કહીને તેને રજા આપી. તે પછી તે છોકરાએ કહ્યા પ્રમાણે દેવાલયનું શિખર જેમ પૂર્વે હતું તેમ જ ચણાવ્યું અને ચૈત્ર સુદ અષ્ટમીને દિવસે
તે વૃદ્ધ પુરુષને ઘેર જઈ તેને પોતાને ધેર તેડી લાવ્યો ને તેના કહ્યાથી તેણે ઘણો ઉત્સાહ બતાવ્યો. ત્યાર પછી બાર ઘડી દિવસ ચડતે વૃદ્ધ પુરુષે કહ્યું કે, ચાલો દહેરામાં, આપણે સિદ્ધેશ્વર મહાદેવનાં દર્શન કરીએ. એમ કહી તેઓ દર્શન કરી પ્રદક્ષિણા કરવા ગયા. તે વખતે તે ઈંડાનો પડછાયો નીચે જમીન ઉપર દેખાડીને પેલા વૃદ્ધે કહ્યું : “હે ભાઈ ! આ દેવાલયનું ઈંડું કહેવાય ને આ જગ્યાએ ખોદાવીશ તો તેમાંથી ધન નીકળશે.’ તે પછી પેલા છોકરાંએ તે જગ્યા ખોદાવી કે તરત તેમાંથી પંદર લાખ સોનામહોર નીકળી; તેથી તે છોકરો ઘણો ખુશી થયો અને ધનવાન થયો તથા તેનું દુઃખ દૂર થયું. હવે જુઓ કે વહીમાં લખેલું કાંઈ ખોટું ન હતું. અક્ષર સર્વથી વંચાતા હતા, અર્થ પણ સમજાતો હતો, ઈંડામાં ધન હતું; પણ બીજા કોઈથી તે મળ્યું નહીં; કારણ કે તે સર્વ વહી વાંચતા હતા, પણ તેઓથી ચૈત્ર માસની અષ્ટમીને દિવસે બાર ઘડી દિવસ ચઢતે તેમાં ધન રાખેલું છે તે લખવાનો શો અર્થ છે તે સમજાયું નહિ. તે વૃદ્ધ પુરુષે તો વિચાર કર્યો કે અંતરિક્ષ ઈંડામાં ધન રાખે નહિ, ને તે નાના ઈંડામાં પંદર લાખ સોનામહોર સમાય પણ નહિ; તેથી પૃથ્વી વિષે ઈંડાની છાયામાં રાખી છે ને તે લખેલા વખતે જ તે જગ્યા ઉપર પડછાયો આવે તે વખત તથા માસને મૂકી દઈ બીજા વખતે ને બીજા માસમાં તે ઈંડાની છાયામાં ખોદે તોપણ જડે નહિ; માટે જ્યારે તે લખેલાનો અભિપ્રાય સમજવાવાળો બુદ્ધિમાન વૃદ્ધ પુરુષ મળ્યો, ત્યારે જ ધનની પ્રાપ્તિ થઈ.