7 ભ્રમની નિવૃત્તિ
ભ્રમની નિવૃત્તિ
ત્યાર પછી તે પર્વતનો સિંહ તેની પાસે આવી કહે છે : “હે ભાઈ ! તું સિંહ થઈને બકરાંના ટોળાંમાં કેમ રહે છે ?’ ત્યારે તે બકરાંનો સંગી Re રોષ કરી બોલ્યો : “હું તો સિંહ નથી, તું સિંહ હો તો ભલે હો. હું તો બકરો છું. મને એવી જૂઠી વાત બતાવવી dR.’ “તું સિંહ છે’ એ રીતે એનું વિરુદ્ધ બોલવું સાંભળીને તે પર્વતના સિંહના મનમાં વિચાર થયો : જે દિવસથી આ જન્મ્યો છે, ત્યારથી જ તેને બકરાંનો સંગ થયો છે અને તેને વનમાં સાથે ફેરવનાર ભરવાડ પણ બકરો જ કહીને બોલાવે તેથી જ તેને “હું બકરો છું’ એવું મિથ્યાજ્ઞાન દઢ થયું છે મિથ્યાજ્ઞાન મારે ઉપદેશથી મટાડવું. એમ વિચારીને, પર્વતનો સિંહ પેલા બકરાંના અધ્યાસવાળા સિંહને કહે છે : “હે ભાઈ ! તું વિચાર કરીને જો તો ખરો. તે બકરાં તો સર્વ નાનાં છે ને તું તો મોટો છે; “હું મોટો બકરો છું.’ એમસાંભળી આ સિંહ કહે છે : “હે ભાઈ ! તું ફરીથી વિચાર કરી જો અને મારી સામું જો, હું પોતે સિંહ છું. મારાં લક્ષણ સર્વ તારી સાથે મળે છે. તે બકરાંનું લક્ષણ એક પણ તારી સાથે મળતું નથી. કેમકે જો બકરાંને ચારે પગમાં બબ્બે ખરી છે, પરંતુ તારા તથા મારા પગમાં પાંચ પાંચ નખ છે, તેથી તારું લક્ષણ બકરાં સાથે મળતું નથી. વળી સાંભળ ! બકરાંનું નાનું પૂંછડું હાલ્યા કરે છે અને તારું તથા મારું પૂંછડું લાંબું છે, તેથી પણ તું બકરો નથી.’ જયારે એવો અનુભવ કરાવ્યો, ત્યારે તે અજ્ઞાન સિંહને કાંઈક વિશ્વાસ આવ્યો, ને તે કહેવા લાગ્યો : “તું વાત કહે છે તે સાચી જણાય છે, પણ મારું મન માનતું નથી.’ ત્યારે તે પર્વતના સિંહે પેલા અજ્ઞ સિંહને, નજીક એક તળાવ હતું તેના કિનારે ઊભો રાખી પાણીમાં મોઢું જોવા કહ્યું અને તે બોલ્યો : “જો તારું મુખ અને મારું મુખ સરખું છે ને બકરાંનું મુખ તો લાંબું છે. તારા જેવું ગોળ નથી. તારી ડોક લીસી છે અને બકરાંની ડોકમાં બે આંચળ છે, તારી કેડ (કટી), વાળ, કાન તથા તારા શરીરનો વર્ણ બકરાંની સાથે મળતો નથી. તે બકરાંને શિંગડાં છે ને તને શિંગડાં નથી; માટે તું વિચારી જો, કે બકરાંનું એકપણ લક્ષણ તારામાં છે નહિ અને મારાં (સિંહનાં) બધાં લક્ષણ તારામાં છે; ત્યારે તું સિંહ શા માટે નહિ ? અને સિંહ છતાં “હું બકરો છું’ એમ તેં માન્યું છે, તેનું કારણ એ છે કે જન્મથી જ તને બકરાંનો તથા ભરવાડનો સંગ રહ્યો છે; તેથી ખોટું અભિમાન થયું છે. હવે તું “હું બકરો છું’ એવું અભિમાન મૂકીને “હું સિંહ છું એમ નિશ્ચય કર.’ એ વાત સાંભળી, વિચાર કરી અને પોતાનાં લક્ષણો તપાસી તેણે નિશ્ચય કર્યો કે, હું સિંહ છું. પછી તેણે મનમાં પશ્ચાત્તાપ કર્યો કે આટલા દિવસ સુધી બકરાંના સંબંધથી વ્યર્થ હું બકરો છું એવું માની બંધાયો હતો. હવે કોઈ દિવસ બકરાંનો સંગ નહિ કરું પણ એનો નાશ કરીશ. એવો નિશ્ચય કરી તે બકરાંને મૂકી દઈ સિંહ સાથે વિચરવા લાગ્યો.