123 ભાગત્યાગ લક્ષણાનું નિરૂપણ
ભાગત્યાગ લક્ષણાનું નિરૂપણ
માટે મહાવાક્યમાં જહદજહતી લક્ષણા અર્થાત્ ભાગત્યાગ લક્ષણા ગ્રહણ કરવી. તેનું ઉદાહરણ : જેમ કે “સોય રેવવ્તઃ’ “તે દેવદત્ત આ છે.’ હવે એ ઉદાહરણનો અર્થ સ્પષ્ટ સમજવામાં આવે તે માટે ઇતિહાસની રીતે કહું તે શ્રવણ કરી ધારણ કર. કોઈ ગામડાનો રહેનાર એક શિવદત્ત નામનો પુરુષ કાશી યાત્રા કરવા ગયો હતો. તેને ત્યાં કાશીના રાજા સાથે મિત્રતા થઈ અને તે ઘણા દિવસ ત્યાં રહી પાછો પોતાના ગામમાં આવ્યો. ત્યાર પછી ઘણાં વર્ષે તે કાશીનો રાજા તીવ્ર વૈરાગ્યથી સમગ્ર રાજ્ય મૂકીને વિરક્તનો વેશ ધારણ કરી, તીર્થાટન કરતાં કરતાં પૂર્વે કાશી જનારા શિવદત્તના ગામમાં દેવયોગથી આવીને કોઈ દેવાલયમાં બેઠો હતો. તે સમયે પ્રથમ કાશી જઈ આવેલો શિવદત્ત દેવાલયમાં દર્શન માટે ગયો, ત્યાં કાશીથી આવેલા વિરક્ત રાજાને જોઈ તેણે વિચાર કર્યો : “કાશીમાં મેં જોયેલો જે રાજા તે આ છે એમ દેખાય છે.’ પાછો મનમાં સંદેહ થયો : “તે રાજા તો ઘણો સમર્થ, હુકમની સત્તાવાળો છે અને અપરાધીને શિક્ષા કરવામાં અને યોગ્યને જાગીર, ધન ઇત્યાદિ આપવામાં સ્વતંત્ર છે. વળી તે પવિત્ર દેશનો નિવાસી છે. અને તે સમયે મેં જોયેલો છે, પણ આ પુરુષમાં તો તે માંહેલું એ કે લક્ષણ નજરે આવતું નથી. આ તો ભિક્ષુક છે, અસમર્થ છે, પરાધીન છે, આ દેશ તથા આ કાળમાં દેખાય છે, તેથી તે રાજા આ પુરુષ છે એમ
કેમ કહેવાય ? એવો મનમાં ભ્રમ થયો. પણ વળી વિચારીને પાછાં રાજાનાં શરીરનાં ચિહ્ન તપાસતાં ad જ રાજા આ છે’ એમ મનમાં ધારીને તે વિમુક્ત પુરુષ સાથે વાતચીત કરતાં તથા તરત કાશી જઈ આવેલા ગામના બીજા માણસોના કહ્યાથી તેને નિશ્ચય થયો કે જે કાશીના રાજાને મેં દીઠો હતો, તે જ આ પુરુષ છે. હવે એનું તાત્પર્ય એ છે કે, તે કાશી દેશ, તે રાજ્યની સમૃદ્ધિ, તે સામર્થ્ય, તે કાળ વગેરે ઉપાધિસંયુક્ત રાજાની, આ દેશ તથા અસમૃદ્ધિ, અસમર્થતા અને આ કાળસંયુક્ત પુરુષ સાથે “તે રાજા આ છે’ એમ કહેતા કરીએ તો બની શકે એમ નથી; માટે તે કાશી દેશ તથા રાજ્યસમૃદ્ધિ આદિને તથા આ દેશ, આ કાળ અને અસમર્થતાદિકને મૂકીને તે કાશીમાં જોયેલો રાજા “આ પુરુષ છે’ એમ કેવળ તેના પિંડ (શરીર) માત્રની એકતા કરીએ, તો તેમાં કાંઈ વિરોધ આવતો નથી. તેમ જ મહાવાક્યમાં ‘ad, ત્વં, અસિ, (તે તું છે) એ ઠેકાણે aque, ઈશ્વર તેનું સામર્થ્ય, સર્વજ્ષપણું, પરોક્ષપણું, જગતૂકતપિણું ઇત્યાદિ વાચ્યાર્થ, ઉપાધિનો ત્યાગ કરીને તથા ત્વંપદ વાચ્ય જે જીવ તેનું અસમર્થપણું, અલ્પશ્તા, પરિચ્છિન્નતા ઇત્યાદિ વાચ્યાર્થરૂપ ઉપાધિનો ત્યાગ કરી aqued લક્ષ્ય, અદ્વિતીય, પૂર્ણાનંદ, સર્વાત્મ અને ત્વંપદનો લક્ષ્ય sera, સાક્ષી, અસંગ, સચ્ચિદાનંદ એ બશ્નેની એકતા “અસિ’ પદથી કરીએ તો કાંઈ બાધ આવતો નથી; પણ વાચ્યાર્થની ઉપાધિથી એકતા કરીએ તો જ બાધ આવે છે; માટે તે વાચ્યાર્થને મૂકી દઈને લક્ષયાર્થમાં બ્રહ્મ-આત્માનો અભેદ સમજવો અને મહાવાક્ય પણ તે લક્ષ્યાર્થમાં જ એકતાનું નિરૂપણ કરે છે.