35 બંધમોક્ષનું નિરૂપણ

બંધમોક્ષનું નિરૂપણ

શિષ્ય : તે બંધન વિષે હું કંઈ પણ જાણતો નથી કે બંધન શાથી થાય છે ? ને શું બંધન છે ? ને તે બંધન નિવારવાનો ઉપાય શો છે ? તે કૃપા કરીને કહો.

ગુરુ : HE WAS Get નાઈ મમેતિ WaT ॥

દેહ હું છું અને દેહાદિક મારાં છે, એમ જે જાણવું તે જ બંધનનું રૂપ છે અને એ બંધન સ્વરૂપના અજ્ઞાનથી થાય છે; માટે સ્વરૂપનું અજ્ઞાન એ જ બંધનનું કારણ છે અને દેહ, ઈંદ્રિયાદિક હું નહિ ને તે મારાં પણ નહિ, એમ દેહાદિકમાંથી અહંતા- મમતાની જે નિવૃત્તિ થાય તે જ મોક્ષ. શિષ્ય : એ અહંતા-મમતા શાથી નિવૃત્ત થાય ? ગુરુ : હે શિષ્ય ! સાધનથી અહંતા-મમતા નિવૃત્ત થાય છે. શિષ્ય : હું જે સાધનો કરું છું, તેમાં તો હું દેહ ને મારો દેહ એ રીતે અહંતા-મમતા રહે છે, પણ તે મટતી નથી; કેમ કે ત્યાગ કરું તો હું ત્યાગી છું, મેં ત્યાગ કર્યો; યોગ કરું તો હું યોગી છું, મેં યોગ કર્યો, તપ કરું તો હું તપસ્વી છું, મેં તપ કર્યું, એવું અભિમાન થાય છે. માટે જે જે સાધન કરું છું તે તે સાધનોમાં હું દેહ અને મારો દેહ એવી અહંતા-મમતા રહે છે. ને તમે તો કહો છો કે સાધનથી મટે છે તે કેમ મટે ? તે કૃપા કરી કહો.