103 બંધન ન કરતું ઈશ્વરનું જગત

બંધન ન કરતું ઈશ્વરનું જગત

ઈશ્વરે માયાથી કલ્પિતરૂપ રચેલું એવું આ ભૂતભૌતિક જગત અસદ્રપ ભલે દેખવામાં આવે, તેને દૂર કરવાનું કાંઈ પ્રયોજન નથી; કેમ કે તે ઈશ્વરે રચેલું જગત કોઈને બંધન કરતું
નથી; પણ તે ઈશ્વરના રચેલ જગતમાં સત્યબુદ્ધિ કરીને જીવે પોતાના મનથી જે ટ્વૈત રચેલું છે, તે બંધન કરે છે, તેથી તેની નિવૃત્તિ કરવી. ite : ઈશ્વરે રચેલું જગત આ પ્રસિદ્ધ દેહાદિ રૂપ દેખવામાં આવે છે, પણ તેમાં જીવે રચેલું Ba કયું છે ? જેથી બંધન થાય છે, તે કહો. ગુરુ : ઈશ્વરે રચેલાં દેહ, al, પુત્ર, ધન વગેરેમાં જે અહંતા-મમતારૂપ દેઢ અધ્યાસ દેખાય છે તે જીવનો કરેલો છે. તે અધ્યાસ બંધનનો તથા દુઃખનો હેતુ છે. આ દેહ કોઈને બંધન કરતો નથી; પણ તેમાં અહંતા-મમતારૂપ જીવસૃષ્ટિ છે, તે બંધનનું કારણ છે.