41 બંધન થવાનું કારણ

બંધન થવાનું કારણ

 

ગુરુ : હે ભાઈ ! જેમ દેહ તું નથી, તેમ દેહ તારો પણ નથી; 343 તે દેહ તો પંચમહાભૂતોનો છે, પણ તું અજ્ઞાનથી છે એમ કહે છે. જેમ ઘટ છે પૃથ્વીનો ને તું કહે છે કે મારો છે; જેમ ઘર પથ્થર, લાકડાં, ચૂના વગેરેનું છે, પણ તું ભૂલથી મારું છે એમ કહે છે; તેમ જ હાડકાં, માંસ, ત્વચા, નાડી અને રુધિર વગેરેથી બનેલો ભૌતિક te છે, તેને તું મારો છે એમ
કહે છે, તે તારી મોટી ભૂલ છે. હાડકાં-ચામડાં મારાં છે, એમ ઉત્તમ જાતિ તો ન કહે; ને તું ભૂલથી હાડકાં-ચામડાંનો દેહ મારો છે અને તે જ દેહ હું છું એમ માને છે, એ જ તને  ધનનું કારણ છે. વળી પંચભૂતનો પારકો દેહ તેને તું મારો છે એમ કહે છે, તેથી પંચભૂત તને દુઃખ દેશે. જ્યારે લોકમાં કલ્પિત ખોટા ભૂતના વળગાડથી દુઃખ પામે છે, ત્યારે આ પ્રસિદ્ધ પંચમહાભૂતના દેહમાં મમતા કરીશ, તો એ ભૂત તને કેમ મૂકશે ! અને પારકી વસ્તુમાં મમત્વ કરવાથી કોઈ સુખી થતું નથી. કેવળ દુઃખી થાય છે. તે ઉપર દષ્ટાંત કહું છું, તેથી વિચાર કરી જો. કોઈ એક ધનવાન ગૃહસ્થ હતો. તેને સપ્તાહકથા “જ્ઞ! અથવા બ્રાહ્મણભોજન, સ્વજ્ઞાતિભોજન વગેરે કોઈ શુભ કામ કરવાની ઇચ્છા થઈ; પણ પોતાના ઘર આગળ જગ્યાના સંકોચને લીધે બની ન શકે તે સારુ તે પંચની વાડીમાં કરવાનો વિચાર કરી, પંચ પાસેથી વાડી માગી લીધી ને તેમાં જઈને સહકુટુંબ નિવાસ કર્યો. થોડા દિવસ પછી તે શુભ કાર્ય કરવાનો જે વિચાર કર્યો હતો, તે લોભાદિ દુર્ગુણ મનમાં થવાને કારણે માંડી વાળ્યો અને વાડીના વિશાળ જગ્યાના સુખથી વધારે દિવસ વાડીમાં રહ્યો. તે પછી વાડીના માલિક પંચોએ તે વાડી ખાલી કરી પાછી સોંપવાને કોઈ સાથે કહેવડાવ્યું; તે છતાં પણ પેલા ભાઈએ કાંઈ દરકાર ન કરી. ત્યારે પંચોએ મળીને તેને બોલાવ્યો, પણ તે અનેક પ્રકારનાં બહાનાં કાઢીને તેમની પાસે ગયો નહિ ને ઊલટું કહેવા લાગ્યો : “આ વાડી મારી છે. પંચોનું શું લાગેવળગે છે ?’ એ સાંભળી પંચોએ એવી ધારણા કરી કે હાલ નહિ તો થોડા દિવસ પછી તે આપણને સ્વાધીન કરશે. એમ સમજી ઘણા દિવસ વાટ જોઈ, તથાપિ તેણે વાડી સોંપી નહિ. ત્યારે પંચોએ સરકારમાં ફરિયાદ કરી તેને ન્યાયાધીશ પાસે પકડી મંગાવ્યો. એટલે ન્યાયાધીશે કહ્યું કે, “પંચની વાડી પાછી પંચને સ્વાધીન કેમ કરતો નથી ?’ પેલાએ જવાબ દીધો : “વાડી મારી છે. એમાં પંચોનું લાગતું-વળગતું નથી.’ એ ઉપરથી
સરકારે સાક્ષી તથા ખતપત્રની સાબિતી માગી, પણ તે ન હોવાથી તે આડુંઅવળું બકવા લાગ્યો. તેથી સરકારે તેને કેદ કરી કહ્યું કે જયાં સુધી તેઓને વાડી સોંપીશ નહિ, ત્યાં સુધી તું કેદથી છૂટશે નહિ.