104 બંધન કરતું જીવજગત
બંધન કરતું જીવજગત
ઈશ્વરની રચેલી માંસમયી સ્ત્રી મરી જવાથી તે સ્ત્રીમાં જો મમત્વ ન હોય, તો કોઈને દુ:ખ થતું નથી; પણ તેમાં આ મારી મા છે, આ મારી પુત્રી છે, આ મારી સ્રી છે, આ મારી બહેન છે. ઇત્યાદિ મમત્વરૂપ alia જીવની રચેલી મનોમયી સ્રીનો નાશ થવાથી દુઃખ થાય છે. જેમ કોઈનો પુત્ર અતિ દૂર દેશ ગયો હોય ને તે ત્યાં જીવે છે પણ કોઈ દુષ્ટ ઠગારા માણસે આવીને તેના પિતાને કહ્યું કે, “તારો પુત્ર તે દેશમાં મરી ગયો,” ત્યારે તે પિતા “મારો પુત્ર મરી ગયો’ એમ મનમાં માનીને અતિ ક્લેશ સહિત Zot કરે છે અને તે જ પુત્ર દૂર દેશમાં મરી ગયો છે, પણ તેના પિતાને “તારો પુત્ર તે દેશમાં મરી ગયો છે એમ જ્યાં સુધી કોઈએ કહ્યું નથી, ત્યાં સુધી તે પિતાના મનમાં જરા માત્ર પણ દુઃખ નથી હવે જુઓ; ઈશ્વરનો રચેલ પુત્ર બહાર જીવે છે પણ મનમાં મરી ગયો એમ જાણીને કેટલું દુઃખ થાય છે ? અને ઈશ્વરનો Weal બહાર મરી ગયો હોય ને મનમાં મારો પુત્ર જીવે છે એમ માન્યું છે, તો કાંઈ દુઃખ થતું નથી. એ રીતે સર્વત્ર મનનું રચેલું Bd બંધન આપે છે. તે માટે આત્મજ્ઞાનથી તેની નિવૃત્તિ કરવી.