34 બંધનનું રૂપ અને કારણ
બંધનનું રૂપ અને કારણ
ગુરુ : હે શિષ્ય ! તે મને પૂર્વે પૂછ્યું હતું કે મારાં જન્મમરણ કેમ ટળશે, એટલે મારું બંધન કેમ જતું રહેશે ? પરંતુ તે બંધનનું પ્રથમ સ્વરૂપ જો જાણ્યું હોય, તો તને કાઢી નાખવાનો ઉપાય થાય, પણ તે બંધનત્તે જો ઓળખ્યું ન હોય કે શું બંધન છે અને બંધન શાથી થાય છે, તો તેને Raat ઉપાય કેમ થાય ? જેમ કે, રોગનું કારણ તથા રૂપ ઓળખ્યા વિના તે રોગને મટાડવા માટે કાંઈ ઔષધ થાય નહે; માટે પ્રથમ બંધનનું રૂપ તથા તેનું કારણ ઓળખવું જોઈએ. તે તેં ઓળખ્યું છે કે નહિ ?