61 પ્રાણપંચક

પ્રાણપંચક

વ્યાન નામે વાયુ શરીરનાં સર્વ સ્થાનમાં રહીને દેહના સર્વ સાંધા વાળવારૂપી કર્મ કરે છે. સમાન નામે વાયુ નાભિસ્થાનમાં રહે છે અને મનુષ્ય જે અન્ન-જળને ખાય-પીએ છે, તે અન્નાદિક જઠરાગ્નિમાં પાકીને તેના સ્થૂળ, મધ્યમ અને સૂક્ષ્મ એવા ત્રણ ભાગ થાય છે. તેમાં અન્નનો ઘણો સૂક્ષ્મ ભાગ જે થાય છે, તે શરીરમાં હૃદય ઉપર આવીને મન-બુદ્ધિને પુષ્ટ કરે છે અને જળનો જે સૂક્ષ્મ ભાગ થાય છે તે પ્રાણને પુષ્ટ કરે છે અને અન્ન તથા જળનો બીજો જે સ્થૂળ ભાગ, મળ તથા મૂત્રરૂપ અસાર થાય છે, તે ગુદા અને લિંગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. બાકી રહેલા અન્ન-જળના મધ્યમ રસરૂપી ભાગને સમાનવાયુ નાડી (નસ) દ્વારા આખા શરીરમાં રોમેરોમે પહોંચાડે છે કે, જે રસનાં પરિણામરૂપ રુધિર-માંસ આદિથી આખું શરીર પુષ્ટ થાય છે. બધી તરફ જો અન્ન-જળના રસનો ભાગ બરાબર ન પહોંચતો હોય તો સર્વ અવયવો પુષ્ટ થાય નહે. જેમ બગીચામાં માળી
હોય છે, તે કૂવામાંથી પાણી કાઢીને ધોરિયા (નીકો) દ્વારા ઠેકાણે ઠેકાણે સર્વ વૃક્ષને સરખું પહોંચાડે છે, જેથી વૃક્ષો પ્રફુલ્લિત થાય છે, તેમ સમાન વાયુરૂપી માળી Zeal બગીચામાં અવયવ તથા રોમરૂપી વૃક્ષને અન્ન-જળના રસરૂપી પાણીને નાડી દ્વારા પહોંચાડીને આખા શરીરને પુષ્ટ કરે છે. ઉદાન નામે વાયુ કંઠસ્થાનમાં રહે છે ને મનુષ્ય જે અન્નજળ ખાય પીએ છે તેના જુદા જુદા વિભાગ કરે છે અને કંઠમાં Rav નામે અતિ સૂક્ષ્મ નાડી છે, તેમાં સ્વપ્ન તથા હેડકી દેખાડે છે. પ્રાણ નામે વાયુ હૃદયસ્થાનમાં રહે છે. તે રાત્રિ-દિવસ મળીને ૨૧૬૦૦ શ્વાસોચ્છ્વાસરૂપી કર્મ કરે છે. અપાન નામે વાયુ ગુદાસ્થાનમાં રહીને મળનો ત્યાગ કરે છે. ઉપર કહ્યા પ્રમાણે જુદી જુદી ક્રિયા પાંચ વાયુઓની છે; તેથી તે ક્રિયા આત્માની નથી.. તું એ સર્વનો સાક્ષી છે.