21 પ્રશ્ન પૂછવાના પ્રકાર

પ્રશ્ન પૂછવાના પ્રકાર

શિષ્ય : તેવા ગુરુને શરણે જઈને શું કરવું ? ગુરુ : તેમની પાસે જઈને નીચે લખ્યા છે, તે પ્રમાણે પ્રશ્નો પૂછવા કે : “જન્મ-મરણ કેમ ટળશે મહારે.’ હે ઘ્યાળુ ગુરુ ! આ સંસારમાં મને જન્મ-મરણ થાય છે, તે કેમ ટળશે (મટશે ?) જપથી, તપથી, કે તીર્થથી ? વા યજ્ઞાદિક કર્મથી તે મટે અથવા બીજાં કાંઈ સાધન છે ? વળી તે વખતે “હું કોણ છું’ એવો વિચાર
કરે અને તે વિચાર કરીને ગુડુને પૂછે કે, હું કોણ છું ? આ સ્થૂલ દેહ છે તે હું, કે ઇંદ્રિયો તે હું ? આ પ્રાણ, મન, અહંકાર છે જ તે હું, કે એ સર્વનો સમુદાય તે હું, અથવા તે હું અથવા તે સર્વથી હું કોઈ જુદો છું ? તે કૃપા કરી કહો.