71 પાંચમી પ્રક્રિયા
પાંચમી પ્રક્રિયા
શિષ્ય : હે મહારાજ ! તમે મારા આત્માને અકર્તા, અભોક્તા, સાક્ષી છે એમ કહ્યું; ત્યારે આ દેહમાં કર્તા કોણ છે તથા સુખદુઃખનો ભોક્તા કોણ છે અને કયાં કયાં સાધનોથી ભોગવે છે; તે સ્પષ્ટ સમજાય તે રીતે કૃપા કરી કહો. ગુરુ : આ દેહમાં પાંચ અંતઃકરણ ક્ત-ભોક્તા છે, પાંચ પ્રાણ કર્તા-ભોક્તાનાં વાહન છે, પાંચ જ્ઞાનેદ્રિયો તેઓનાં દ્વાર છે, પાંચ વિષય તેઓના ભોગ છે અને પાંચ કર્મેદ્રિય તેઓના સેવક છે અને તું એ સર્વને જાણવાવાળો અકર્તા, અભોક્તા, અસંગ આત્મા છે. શિષ્ય : હે સ્વામી ! સાધારણ રીતે તમે અંતઃકરણપંચક, કર્તા-ભોક્તા તથા પ્રાણપંચક, તેનાં વાહન, જ્ઞાનેંદ્રિયપંચક તેનાં દ્વાર તથા વિષયપંચક તેના ભોગ અને કર્મેદ્રિયપંચક સેવક એ રીતે કહ્યું; પણ તે પાંચે તત્ત્વોના કોણ કોણ ક્ત-ભોક્તા, કયા કયા વાહન ઉપર બેસીને, કયા કયા દ્વારમાં આવીને, કયા કયા ભોગને ભોગવે છે અને કયા કયા સેવક સેવા કરે છે, તે ભિન્ન ભિન્ન રીતે વિસ્તારી મને સમજાય તેમ કહો. ગુરુ : આકાશનું અંતઃકરણ કર્તા-ભોક્તા, વ્યાન વાહન ઉપર બેસીને, શ્રોત્રદ્રારમાં આવી શબ્દવિષયરૂપી ભોગ ભોગવે છે. એટલે કાનથી અનુકૂળ અથવા પ્રતિકૂળ શબ્દ સાંભળવાથી અંતઃકરણમાં સુખદુઃખરૂપી ભોગ થાય છે. અને વાચા સેવક ની સેવા કરે છે; તેથી અંતઃકરણ કર્તા-ભોક્તા છે અને તું આત્મા તેનો જાણવાવાળો છે.વાયુનું મન કર્તા-ભોક્તા સમાન વાહન ઉપર બેસીને, ચાદ્વારમાં આવી, સ્પર્શીવેષષને ભોગવે છે અને પાણી સેવકસેવા કરે છે એટલે ત્વચાને ટાઢ લાગે તો હાથ aw ઓઢાડે
છે, પરસેવો થતો હોય તો પંખો ચલાવે છે, એ વગેરે સેવા કરે છે. ત્વચા ઉપર કોમળ ચંદન આદિ અનુકૂળ સ્પર્શથી તથા કઠણ અથવા ઉષ્ણ વગેરે પ્રતિકૂળ સ્પર્શથી સુખ તથા દુઃખ મનમાં થાય છે; તેથી સુખદુઃખનું ભોક્તા મન છે, તેનો તું જાણવાવાળો આત્મા સુખીદુઃખી નથી. તેજની બુદ્ધિ કર્તા-ભોક્તા ઉદાન વાહન ઉપર બેસીને, ચક્ષુદ્રારમાં આવી, રૂપવિષયને ગ્રહણ કરે છે અને પાદ સેવક તે રૂપ જોવા લઈ જાય છે એટલે ચક્ષુથી પ્રિયઅપ્રિય પદાર્થો દેખવાથી બુદ્ધિ સુખ-દુઃખની ભોક્તા થાય છે, પણ તું તેનો દ્રષ્ટા અભોક્તા છે. આપનું ચિત્ત કર્તા-ભોક્તા પ્રાણ વાહન ઉપર બેસીને, જિહ્વાદ્વારમાં આવી, રસવિષયને ભોગવે છે અને શિશ્ન સેવક રસનો ત્યાગ કરે છે, એટલે જિહ્વાથી મધુર આદિ અનુકૂળ (પ્રિય) રસ તથા કટુ (કડવા) આદિ અનુકૂળ રસ ચાખવાથી ચિત્ત સુખ-દુ:ખનું ભોક્તા થાય છે; પણ તું તેનો દ્રષ્ટા અભોક્તા છે. પૃથ્વીનો અહંકાર કર્તા-ભોક્તા અપાન વાહન ઉપર બેસીને, ઘ્રાણદ્વારમાં આવી, ગંધ વિષયને ભોગવે છે અને ગુદા સેવક મળનો ત્યાગ કરે છે; એટલે ઘ્રાણથી પુષ્પ, અત્તર આદિ અનુકૂળ સુગંધીને અને પ્રતિકૂળ દુર્ગંધીને ગ્રહણ કરવાથી અહંકાર સુખદુઃખનો ભોક્તા છે; તું એનો જાણનારો અભોક્તા છે. તારા આત્મામાં સુખદુઃખ નથી. એ રીતે ક્તા-ભોક્તાની પ્રક્રિયાનું નિરૂપણ કરીને, હવે બીજાં પ્રકારથી આકાશ આદિ પાંચ મહાભૂતનાં એકએકનાં પાંચ પાંચ તત્ત્વોને કહી બતાવે છે.