98 પરોક્ષ તથા અપરોક્ષ જ્ઞાનનું રૂપ
પરોક્ષ તથા અપરોક્ષ જ્ઞાનનું રૂપ
જ્ઞાન બે પ્રકારનું છે : એક પરોલ્ષ જ્ઞાન અને બીજું અપરોક્ષ
જ્ઞાન. તેમાં અપરોક્ષ જ્ઞાનનું નામ સાક્ષાત્કાર કહેવાય, ત્યાં
પંચદશીનું પ્રમાણ કહે છે.
afta vata age Werte તત્ ।
a Talla VRS સાક્ષાત્કાર: સ FAA ॥
ટીકા : જ્ઞાન બે પ્રકારનું છે : એક પરોક્ષ અને બીજું અપરોક્ષ. તેમાં પરબ્રહ્મ સત્યરૂપ છે. એ રીતે બ્રહ્મને આત્માથી ભિન્નરૂપ જાણે છે તે જ્ઞાન પરોક્ષ જ્ઞાન કહેવાય છે અને તે નિર્વિકલ્પ બ્રહ્મ હું છું, એમ અનુભવથી અભેદરૂપ જે જાણે છે તેનું નામ સાક્ષાત્કાર કહેતાં અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. જેમ સાકર મીઠી છે, એમ કોઈના કહેવાથી સાકરને મીઠી છે એમ જાણે છે તે સાકરનું પરોક્ષ જ્ઞાન કહેવાય અને જ્યારે તે સાકર ખાઈને તેના સ્વાદનો પ્રત્યક્ષ અનુભવ કરે છે, ત્યારે સાકરનું અપરોક્ષ જ્ઞાન થયું કહેવાય છે. તેમજ શાસ્ત્ર દ્વારા
પરમાત્મા, સત્, ચિત્ અને આનંદરૂપ છે એમ જાણવું; તે પરોક્ષ જ્ઞાન કહેવાય અને ગુરુશાસ્ત્રના અનુગ્રહથી વિચારપૂર્વક બ્રહ્મને સત્, Pig અને આનંદના અનુભવપૂર્વક પોતારૃપ જાણવું, તેનું નામ અપરોક્ષ ત જ્ઞાન કહેવાય.