45 પંચીકૃત પંચમહાભૂતોનાં લક્ષણો
પંચીકૃત પંચમહાભૂતોનાં લક્ષણો
શિષ્ય : હે મહારાજ, પંચીકૃત પંચમહાભૂત કોને કહેવાય; તે કહો. ગુરુ : ઈશ્વરેચ્છાથી એક એક ભૂતના બબ્બે ભાગ થઈને તેમાંથી સર્વ ભૂતોનો એક એક ભાગ જુદો રહ્યો ને બાકી રહ્યો જે એક એક ભાગ, તેઓના દરેકના ચાર ચાર ભાગ થઈને પોતપોતાનો જે અર્ધો-અર્ધો ભાગ જુદો રહેલો છે તેને મૂકીને, બીજા ચાર ભૂતના અર્ધા-અર્ધા ભાગ સાથે પાંચ ભૂતોના પોતાના ચાર ચાર ભાગમાંથી એક એક ભાગનો જે મેળાપ તેનું નામ પંચીકરણ. એ રીતે જેઓનું પંચીકરણ થયું છે, તેઓને પંચીકૃત પંચમહાભૂત કહેવાય છે. તે પંચીકૃત પંચમહાભૂતમાંથી આ પચીસ તત્ત્વોનો સ્પષ્ટ દેખાય છે તેવો સ્થૂળ દેહ ઉત્પન્ન થયો છે. હવે તે સ્થૂળ દેહના પચીસ તત્ત્વોને પણ પંચીકરણની રીતે સમજવા સારુ નીચે આ કોષ્ટક લખ્યું છે :