43 પંચભૂતનો સ્થૂલ દેહ
પંચભૂતનો સ્થૂલ દેહ
ત્યારે યમરાજાએ કહ્યું કે, આ પંચભૂતનો દેહ પંચભૂતને કેમ સોંપતો નથી ? તે વખતે તે અજ્ઞાની કહેવા લાગ્યો કે, આ દેહ મારો છે, એમાં પંચભૂતને શું લાગે છે ? ત્યારે પંચભૂતોએ સાબિત કર્યું કે આ સ્થૂલ Vs તથા સૂક્ષ્મ દેહ અમારો છે. તેમાં ચાર વેદ, અઢાર પુરાણ વગેરે સર્વ શાસ્રોનાં પ્રમાણરૂપી સાક્ષી આપી અને તે અજ્ઞાની જીવથી મારો દેહ છે એમ સિદ્ધ ન થયું; તેથી યમરાજાએ તે પરાયો દેહ પોતાનો માનવાથી ચોરાશી લક્ષ યોનિરૂપી કેદખાનામાં નાખ્યો તે એવા ઠરાવથી કે પંચભૂતનો દેહ સોંપ્યા વિના તેમાંથી બહાર ન જ નીકળે. તેથી હે શિષ્ય ! પંચભૂતનો દેહ છે, તેને તું મારો છે એમ ન જાણ અને તેઓને સોંપી દે. એટલે દેહ દશ્ય છે તેથી તે હું નહિ અને તે પંચભૂતનો છે, તેથી મારો નહિ. એમ વિવેકપૂર્વક દેહમાંથી અહંતા-મમતા મૂકી દે. શિષ્ય : હે મહારાજ ! તમે કહ્યું કે, આ દેહનો દ્રષ્ટા તું છે, તે માટે દેહ તું નથી અને દેહ પંચમહાભૂતનો છે, તે તારો નથી; પણ પંચમહાભૂત ક્યાં, તેમને હુંઓળખતો નથી; તેમના નામ બતાવો.ગુરુ : આકાશ, વાયુ, તેજ, આપ અને પૃથ્વી એ પાંચ મહાભૂત છે. શિષ્ય : તમે કહેલાં પંચભૂતનો ભાગ મારા શરીરમાં કોઈ પ્રકટ રીતે જોવામાં આવતો નથી, ત્યારે આ પંચભૂતનો દેહ કેમ કહેવાય ? ગુરુ : હે ભાઈ ! વિચાર કરીને તપાસી જો. જેટલો આ શરીરમાં કઠણ ભાગ છે તે પૃથ્વીનો છે અને દ્રવીભૂત (રસરૂપ) જેટલો ભાગ છે તે આપનો છે, જેટલો ઉષ્ણ ભાગ છે તે તેજનો છે, ચાલવું-હલવું વાયુથી થાય છે; માટે તે ક્રિયા માત્ર વાયુનો ભાગ છે અને શરીરમાં પોલાણ છે તે આકાશનો ભાગ છે.શિષ્ય : પંચભૂતનો આ દેહ છે એવું તમે સંક્ષેપથી કહ્યું, પણ જેમ સ્પષ્ટ સમજવામાં આવે તે રીતે પંચભૂતનાં જુદાં જુદાં તત્ત્વો સ્થૂલ દેહમાં ક્યાં છે