70 પંચભૂતનાં તત્ત્વોનું કોષ્ટક
પંચભૂતનાં તત્ત્વોનું કોષ્ટકપંચભૂત ભાગમાંથી
પાંચ પાંચ પાંચ પાંચ પાંચ
અંતઃકરણ | જ્ઞાનેદ્રિયો | વાયુ | site| વિષયો
આકાશનાં [અંતઃકરણ | શ્રોત્ર વ્યાન વાચા શબ્દ
વાયુનાં મન ત્વચા સમાન પાદ સ્પર્શ
તેજનાં બુદ્ધિ ચક્ષુ ઉદાન પાણિ રૂપ
આપનાં ચિત્ત | જિહ્વા પ્રાણ શિશ્ન રસ
પૃથ્વીનાં | અહંકાર | ઘ્રાણ અપાન ગુદા ગંધ
આકાશના સાત્ત્વિક ભાગમાંથી અંતઃકરણ તથા શ્રોત્રઇંદ્રિય થયેલ છે ને આકાશના રાજસ ભાગમાંથી વ્યાનવાયુ તથા વાચાઇંદ્રિય થયેલ છે અને તામસ ભાગમાંથી શબ્દવિષય થયો
છે. એ જ પ્રમાણે વાયુ આદિ ચાર ભૂતોના સાત્ત્વિક આદિ ભાગમાંથી મન, ત્વચા આદિ તત્ત્વો ઉત્પન્ન થયાં છે એમ સમજવું. શિષ્ય : પાંચ અંતઃકરણ તથા પાંચ જ્ઞાનેંદ્રિય પંચભૂતનાસાત્વિક ભાગમાંથી થયેલ છે, એમ તમે કહ્યું તેમાં હેતુ શો તે કહો. ગુરુ : જેમ ગીતામાં કહ્યું છે કે, “સત્ત્વાત્સંજાયતે sted’ કહેતાં સત્ત્વગુણથી જ્ઞાન થાય છે તેમ અંતઃકરણ, મન, બુદ્ધિ વગેરેથી સુખદુઃખનું જ્ઞાન થાય છે અને silat, ત્વચા, ચક્ષુ વગેરે પાંચ જ્ઞાનેંદ્રિયથી શબ્દ, સ્પર્શ, રૂપ વગેરેનું જ્ઞાન થાય છે; માટે તે સાત્ત્વિક ભાગમાંથી થયેલા છે એમ જાણવું. શિપ્ય : પાંચ પ્રાણ તથા પાંચ કર્મેદ્રિયો , પંચભૂતના રાજસ ભાગમાંથી થયેલ છે, તેમાં હેતુ શો છે તે કહો. ગુરુ : જેમ રજોગુણથી ક્રિયા થાય છે; તેમ જ પાંચ પ્રાણ તથા પાંચ કર્મેદ્રિયોથી પણ પ્રસિદ્ધ ક્રિયા થાય છે. તેથી રાજસ ભાગમાંથી થયેલ છે એમ જાણવું. શિષ્ય : પાંચ વિષયો તામસ ભાગમાંથી થાય છે, તેનું કારણ શું તે કહો. ગુરુ : પાંચ વિષયોમાં જ્ઞાન નથી. કેવળ જડરૂપ છે; તેથી તામસ ભાગમાંથી થયા એમ કહ્યું. એ સર્વ તત્ત્વો તું જાણે છે, તેથી તે તું નહિ. એ સર્વ પંચભૂતનાં છે, તેથી તારાં નહિ. તું અકર્તા, અભોક્તા, એમનો સાક્ષી આત્મા છે.