144 નિર્વિકલ્પ સમાધિ વિષે શ્રીભગવતપાદાચાર્ય
નિર્વિકલ્પ સમાધિ વિષે શ્રીભગવતપાદાચાર્ય
તે નિર્વિકલ્પ ચૈતન્યસુખના અનુભવનો પ્રકાર શ્રીશંકરાચાર્ય ગુરુએ પણ લઘુવાક્યવૃત્તિ નામના ગ્રંથમાં નિરૂપિત કર્યો છે. નુ! ષ્ગ 1 ટીકા : મનમાં પ્રથમના જે અનેક પ્રકારના વિકલ્પ છે, તે બધા નિવૃત્ત થાય ને જ્યાં સુધી બીજો કોઈ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થાય નહિ, ત્યાં સુધી નિર્વિકલ્પ (કલ્પનારહિત) એક સ્વયંપ્રકાશ ચૈતન્ય we (નિઃસંદેહ જેમ થાય તેમ) ભાસે છે; એટલે જે સમયે મનમાં કોઈ પણ વિકલ્પરૂપ વૃત્તિ સ્ફુરતી નથી, તે સમયે સર્વ વિકલ્પના અભાવને પ્રકાશક ચૈતન્યરૂપ નિર્વિકલ્પ આત્માનો સ્પષ્ટ અનુભવ થાય છે; ને તે સમયે વૃત્તિ પણ કેવળ સુખકારક નિર્વિકલ્પ થાય છે. કોઈ પણ વિક્ષેપ પ્રતીત થતો નથી; માટે તે નિર્વિકલ્પ વૃત્તિ થવા માટે અભ્યાસ કરવો યોગ્ય છે અને એથી એમ પણ જણાય છે કે, જેટલા વિકલ્પો છે તે બધાં અંતઃકરણમાં રહ્યા છે અને આત્મા છે તે સ્વભાવે જ નિર્વિકલ્પ છે; ને કાંઈ અંતઃકરણના વિકલ્પોથી સવિકલ્પ થતો નથી; પણ તે નિર્વિકલ્પ આત્માનો, જેને સદગુરુના ઉપદેશપૂર્વક વેદાંતશાસ્રથી તથા નિર્વિકલ્પ સમાધિના અભ્યાસથી બોધ નથી તેને, આત્મા વિકલ્પવાન છે એવો ભ્રમ છે; માટે તે ભ્રમને નિવૃત્ત કરવા માટે બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુને શરણે જઈ વેદાંતશાસનું શ્રવણ-મનન કરી, નિદિધ્યાસનથી “હું આત્મા નિર્વિકલ્પ છું, એવો દઢ અનુભવ થવા માટે સમાધિનો અભ્યાસ આવશ્યક કરવા યોગ્ય છે.’