143 નિર્વિકલ્પ સમાધિ
નિર્વિકલ્પ સમાધિ
શિષ્ય : હે મહારાજ, નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય ? ગુરુ : દશ્યાનુવિદ્ધ તથા શબ્દાનુવિદ્ધ એ બે સમાધિનો સારી રીતે અભ્યાસ કર્યાથી, જ્યારે અંતઃકરણ વિષે આનંદરૂપ
આત્માના જ્ઞાનાનંદના અનુભવના આવેશથી, કામ-સંકલ્પ આદિ દશ્ય વૃત્તિઓનું અનુસંધાન મૂકી દઈને તથા “ડુ અસંગ છું’ ઇત્યાદિ શબ્દોને પણ મૂકી દઈને સંકલ્પરહિત તૃષ્ણીરૂપ જે સ્થિતિ તે નિર્વિકલ્પ સમાધિ કહેવાય. જેમ વાયુ વિનાની જગ્યામાં દીપક નિશ્ચલ રહે છે, તેમ નિર્વિકલ્પ અભ્યાસ કરવાવાળા પુરુષનું ચિત્ત નિશ્ચલ રહે છે; એટલે નિર્વિકલ્પ
સમાધિમાં કાંઈ us Banda નાસતો નથી, તેથી નિર્વિકલ્પ ચૈતન્યરૂપ આત્માનો We અનુભવ થાય છે.