75 નવમી પ્રક્રિયા

નવમી પ્રક્રિયા

ગુરુ : હે શિષ્ય ! જેમ સ્થૂળ દેહ અન્નમય કોશરૂપ છે અને તેનાથી તું આત્મા જુદો છે, તેમ જ આ સૂક્ષ્મ દેહમાં પણ પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય એવા ત્રણ કોશ છે. એ ત્રણ કોશથી પણ તું જુદો અર્થાત્‌ કોશાતીત છે. શિષ્ય : હે ગુરુ ! એ ત્રણ કોશનાં રૂપ ભિન્ન ભિન્ન કરીને બતાવો. ગુરુ : પાંચ પ્રાણ તથા પાંચ કર્મેદ્રિયો એ દશ મળીને પ્રાણમય કોશ સમજવો અથવા પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણ મળીને પણ પ્રાણમયકોશ સમજવો. , શિષ્ય : પાંચ પ્રાણ તો હું જાણું છું, પણ પાંચ ઉપપ્રાણ તમે કહ્યા તેમને હું જાણતો નથી; માટે તેમનાં નામ કહો અને તેમનાથી શી શી ક્રિયા થાય છે તે કહો. ગુરુ : નાગ, SH, કરકલ, દેવદત્ત અને ધનંજય એ પાંચ ઉપપ્રાણ છે અને દરેકથી જુદી જુદી ક્રિયા થાય છે, તે આ રીતે નાગથી ઉદ્ગાર (ઓડકાર) થાય છે. કૂર્મી આંખ મિચાય છે અને ઉઘાડાય છે. કૃકલથી છીંક થાય છે. દેવદત્તથી બગાસું આવે છે. ધનંજય વાયુ આખા શરીરમાં રહીને શરીરને પુષ્ટ કરે છે અને શબમાં (મુડદામાં) રહીને તેને sald છે. એ ઘસ વાયુ પ્રાણરૂપ છે, માટે તેનું નામ પ્રાણમય એવું કહ્યું અને એ પ્રાણમય આત્માને ઢાંકે છે; માટે તેની ‘Sia’ એવી સંજ્ઞા કહી. જેમ મ્યાન તલવારને ઢાંકે છે, તેથી તે મ્યાનનું નામ કોશ કહેવાય છે. ઉપરકહેલા તે પ્રાણમય કોશનો તું દ્રષ્ટા તે કોશથી જુદો છે. તે પ્રાણમય કોશની અંદર મનોમય કોશ છે. પાંચ જ્ઞાનેદ્રિયો અને એક મન એ છ મળીને મનોમય કોશ કહેવાય છે. તેનાથી પણ તું જુદો સાક્ષી આત્મા છે, તે માટે દેશ્યરૂપ એવો મનોમય કોશ તે તું નહિ. તું એનો દ્રષ્ટા છે; તેમ જ તે મનોમય કોશની અંદર વિજ્ઞાનમય કોશ છે, તે પાંચ જ્ઞાનેંદ્રિયો અને એક બુદ્ધિ એ છ મળીને વિજ્ઞાનમય કોશ એમ કહ્યો છે. તેને પણ તું જાણવાવાળો આત્મા છે. એ રીતે સૂક્ષ્મ દેહમાં ત્રણ કોશ રહ્યા છે તે તું નહિ. તું કોશત્રયથી ભિન્ન છે, એ પ્રમાણે કોષત્રયરૂપ સૂક્ષ્મ દેહ જયારે તું નહિ, ત્યારે તું ક્તા-ભોક્તા નહિ ને સુખદુઃખ પણ તારામાં નથી, અંતઃકરણમાં છે. સાંભળવું, જોવું આદિ પાંચ જ્ઞાનેદ્રિયોના ધર્મ છે. બોલવું, લેવું, દેવું ઇત્યાદિ કર્મેદ્રિયના ધર્મ છે. ક્ષુધા, તૃષા આદિ પ્રાણના ધર્મ છે. એ સર્વે તારામાં નથી ને તું એ ત્રણ કોશથી જુદો અસંગ સાક્ષી આત્મા છે. એ રીતે સૂક્ષ્મ દેહના કોષ્ટકમાં જે નવ પ્રક્રિયા નિરૂપણ કરી, તે પ્રક્રિયાનું વિવેચન બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુના ઉપદેશથી
સમજીને તે સૂક્ષ્મદેહથી વિલક્ષણ હું agu, ig, આનંદસ્વરૂપ, અકર્તા, અભોક્તા, અસંગ આત્મા છું એમ નિશ્ચય કરી ભૌતિક તથા અનાત્મા જે સૂક્ષ્મ દેહ, તેમાંથીઅહંતા-મમતાનો ત્યાગ કરવો.