49 દેહ સિદ્ધ થતો નથી

દેહ સિદ્ધ થતો નથી

 

તે તત્ત્વોમાંથી તું કોણ છે, એ વિચાર કર અને તેમાં તને શો સંબંધ છે, જેથી તું એ મારાં છે એમ માને છે ? ખરું વિચારીને જો તો તું એ નથી ને પંચભૂતનાં હોવાથી તે તારાં પણ નથી; માટે એવા વિચારથી જ, દેહમાંથી અહંતા-મમતા મટે છે, દેહ એવું નામ પણ ઉપલાં પચીસ તત્ત્વો મળીને થયું છે. જો એ તત્ત્વોનું વિવેચન કરી જુદાં જુદાં કર્યા હોય, તો તેમાં કાંઈ દેહ સિદ્ધ થતો નથી. જેમ પથ્થર, ઈંટ, લાકડાં, ચૂનો વગેરે જોડાયાથી ઘર એવું નામ પડ્યું. પણ તેને જુદાં જુદાં કરી નાખે તો ઘર કાંઈ દેખાતું નથી; માટે ખરી રીતથી વિચારતાં દેહ સત્ય છે એમ સિદ્ધ થતું નથી, કલ્પના માત્ર જ છે; તે ઉપર દષ્ટાંત કહું છું તેથી વિચારી જો.