135 દેહાભિમાન અને આત્મજ્ઞાન
દેહાભિમાન અને આત્મજ્ઞાન
ચોપાઈ
દેહને હું માને જે કોઈ,
મહાદોષી કહીએ સોઈ;
આત્મબુદ્ધિ જેને ભાઈ,
મહાપુણ્ય જાણીએ તાઈ.
As: જે કોઈ મનુષ્ય આ દેહ છે તે જ હું છું, એવું માને છે તે મહાદેવી (મહાપાપી) કહેવાય છે, સ્મૃતિમાં પણ કહ્યું છે કે, anaes vey (અસત્ય ભાષણથી બીજું કાંઈ મોટું પાપ
નથી.) એટલે અસત્ય બોલવું એ મોટું પાપ છે. એ ન્યાયે દેહને જ આત્મા છે એમ જે કહે છે તે અસત્ય બોલે છે. જેમ કે દેહ છે તે પંચભૂતનું કાર્ય છે અને આત્મા છે તે પંચભૂતનું કારણ છે. દેહ દશ્ય, વિકારી, અનિત્ય, જડ, પરિચ્છિન્ન, સાવયવ છે; અને આત્મા દ્રષ્ટા, અવિકારી, નિત્ય, જ્ઞાનસ્વરૂપ, પરિપૂર્ણ, નિરવયવ છે. દેહ અશુચિ, દુર્ગંધ, મળ, માંસ, મૂત્ર, રુધિરાદિથી ભરેલો છે અને આત્મા સર્વદા શુદ્ધ, નિર્મળ, આનંદધન છે. એ રીતે દેહ તથા આત્માનાં લક્ષણ પરસ્પર જુદાં હોવાથી આત્મા દેહથી ભિન્ન છે એમ અનુભવથી જણાય છે; તથાપિ દેહથી આત્માને જુદો ન જાણી દેહ છે તે જ હું છું એમ અસત્ય બોલે છે; તેથી તે મહાદોષી કહેવાય છે. અથવા જેમ વાત, પિત્ત અને કફ એ ત્રણ એકઠાં થાય છે તેનું નામ મહાદોષ (ત્રિદોષ) અથવા wud કહેવાય છે. તે જેને થયો હોય તે પુરુષ મૃત્યુને વશ થાય છે. તેમ દેહનું અભિમાન કરવાવાળો પણ મહાદોષી કહેવાય છે; એટલે તેને wud થયો છે એમ જાણવું અને ભાગવતમાં પણ શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે : “હે ઉદ્ધવ ! અહંતા ને મમતારૂપ જે બુદ્ધે છે, તેને સજ્તિપાત જાણવો.’ એટલે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણોમાં તથા તેનાં કાર્યોમાં જે અહંતા-મમતા છે, તેને સજ્ઞિપાત સમજવો અને તે સત્તિપાત જેને છે, તે પણ જન્મ-મરણને વશ થાય છે, તેનું જન્મ-મૃત્યુરૂપી દુઃખ નિવૃત્ત થતું નથી અને જે પુરુષને બ્રહ્મનિષ્ સદગુરુના અનુગ્રહથી હું સચ્ચિદાનંદ આત્મા છું એવી બુદ્ધિ થઈ છે, તેનાં મોટાં પુણ્ય જાણવાં. બ્રહ્મવિચાર અતિપુણ્યનો હેતુ છે. એમ સિદ્ધાંત મુક્તાવલિમાં આપ્ત પુરુષનું વાક્ય છે.
શાર્હ્તવિવ્રનોડિતમ્
wid તેન સમસ્તતીર્થસત્તિતે eft સર્વાવનિ-
dart a ad સહસ્મર્વિતા tars સપૂગિતા: ॥
dans WEA: સ્વષિતરસ્તેતતોવયપૂઝ્યોડપ્યસો
we ત્રણવિત્તારળે ક્ષળમષિ wet મનઃ પ્રાખુયાત્ ॥
ટીકા : બ્રહ્મવિચારમાં જે પુરુષનું મન ક્ષણમાત્ર પણ સ્થિરતાને પ્રાપ્ત થાય છે, તે પુરુષે ગંગાદિ સર્વ તીર્થનાં જળમાં સ્નાન કર્યું એમ જાણવું અને સમય પૃથ્વીનું દાન કર્યું તથા હજારો
યજ્ઞ કર્યા અને જેટલા દેવતાઓ છે તે સર્વની પૂજા કરી તથા પોતાના સર્વ પિતૃનો સંસારથી ઉદ્ધાર કર્યો એટલે સારી ગતિ પ્રાપ્ત કરી અને એ પોતે પણ ત્રિલોકમાં પૂજ્ય થાય છે. ક્ષણમાત્રના બ્રહ્મવિચારથી જ્યારે એવું પુણ્ય થાય છે, ત્યારે દેહાધ્યાસ મૂકીને સર્વદા “હું બ્રહ્મરૂપ આત્મા છું’ એમ જેની બુદ્ધિ બ્રહ્માકાર થઈ છે, તેનાં મોટાં પુણ્ય છે એમ જાણવું તેમાં આશ્ચર્ય શું? ઉપર કહેલા અર્થ વિષે પુરાણનું પ્રમાણ કહે છે :
ગ્નુષ્ટુષૂ
સેછાત્નવુર્દ્રિગં ad ન ત્તર્મોવઘવતેટિપિ: ।
ગઝાત્માડઇવુન્દ્રિગ YS ન yet ન ભવિષ્યત્તિ ॥
ટીકા : “ફેછાત્મબુદ્ધિગં WP એટલે હું દેહ છું એમ માનવાથી જે પાપ થયું તે કરોડો ગાયો માયથી જે પાપ થાય છે તેનાથી વધારે છે. (વળી શ્રુતિમાં પણ એમ કહ્યું છે કે દેહાભિમાનીને સર્વ દોષ ઉત્પન્ન થાય છે, અને તે પાપી થાય છે તથા આત્મહત્યારો થાય છે.) અને સચ્ચિદાનંદ આત્મા હું છું, એવી બુદ્ધિથી જે પુણ્ય થયું તેવું પુણ્ય કોઈ દિવસ થયું પણ નથી અને થશે પણ નહિ. એ રીતે આત્મબુદ્ધિ મહાપુણ્યરૂપ છે, એવું નિરૂપણ કરી, હવે શુદ્ધ જ્ઞાનરૂપ એક દેવ સર્વ મનુષ્યોમાં મનના સાક્ષીરૂપે રહેલો છે એમ જાણી બંધનનું કારણરૂપ જે ભેદબુદ્ધિ તેનો ત્યાગ કરવો. તે માટે ભેદબુદ્ધિ જ બંધનનું કારણ છે એમ નિરૂપણ કર્યું છે.