37 દેહનું અહંત્વ શી રીતે દૂર થાય ?
દેહનું અહંત્વ શી રીતે દૂર થાય ?
શિષ્ય : ત્યારે કયા સાધનથી અહંતા-મમતાથી ale થાય છે, તે કૃપા કરી કહો. ગુરુ : વિવેકાદિ સાધનસંપન્ન થઈને, બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુને શરણે જઈને, તેમના ઉપદેશપૂર્વક આત્મા-અનાત્માના વિચારથી ઉત્પન્ન થયેલા સ્વરૂપના જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ દ્રારા અહંતા- મમતાની નિવૃત્તિ થાય છે. તે વિચાર એ છે કે, આ દેહ પંચભૂતનું કાર્ય છે, તેથી અનાત્મા છે તથા ઘટની પેઠે દશ્ય છે. અને જેમ ઘટનો દ્રષ્ટા ઘટથી જુદો છે, તેમ હું દેહનો દ્રષ્ટા આત્મા છું તે સારું દેહથી જુદો છું; અને દેહ જડ છે ને હું ચેતન છું, દેહ વિકારી છે ને હું નિર્વિકાર છું, દેહ ક્રિયાવાન, સંગવાન, મલિન છે ને હું આત્મા અક્રિય, અસંગ અને નિર્મળ છું; તેથી દેહ હું નહિ અને જ્યારે દેહ હું નહિ ત્યારે દેહમાં કલ્પિત બ્રાહ્મણાદિ ચાર વર્ણ ને બ્રહ્મચર્યાદિ ચાર આશ્રમ તથા બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, દ્સ્વ, દીર્ઘ, શ્યામ, ગૌર આદિ જેટલા દેહના ધર્મ છે, તે સર્વ મારા આત્મામાં નથી. એવા વિચારથી જ દેહમાંથી અહંતા દૂર થાય છે અને દેવદત્ત વિષ્ણુદત્ત, શિવદત્ત આદિ જે નામ છે, તે પણ દેહમાં વ્યવહાર સિદ્ધ થવા સારુ કલ્પિત છે, આત્મામાં નથી; તથાપિ દેહથી જુદો આત્મા છે એમ જાણતો નથી; તેથી દેહમાં કલ્પિત નામનું તે આત્મામાં અભિમાન કરેલું છે, તેને પણ વિવેકપૂર્વક યુક્તિથી વિચાર કરી દૂર કરવું. જેમ કે, કોઈ તને પૂછે કે તું કોણ છે ? ત્યારે તું કહે છે કે, હું દેવદત્ત નામે છું; પણ તું હવે વિચાર કરી જો. આ તારા સ્થૂળ દેહનું દેવદત્ત એવું નામ આ દેહનો જન્મ થયા પછી દશમે અથવા બારમે દિવસે પાડ્યું છે ને આ જ્યારે જન્મ્યો, ત્યારે દેવદત્ત જન્મ્યો એમ કહેવાયું ન હતું. અને કોઈ પૂછે કે આ દેહમાં દેવદત્ત કયો, ત્યારે હાથથી નિર્દેશ કરી કહેવાતું નથી કે આ દેવદત્ત છે, જ્યાં હાથ અડકાડે, ત્યાં માથું, મુખ, ખભો, પેટ, પગ વગેરે કહેવાય છે. એ વિચાર ઉપરથી જ્યારે Sod નામ દેહમાં ખરું સિદ્ધ થતું નથી. ત્યારે દેહથી જુદો દ્રષ્ટા જે તું આત્મા, તેનું દેવદત્ત
નામ ક્યાંથી જ હોય વારુ !